બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / બિઝનેસ / ધર્મ / good news for gold prices silver price

કોમોડિટી / સોના-ચાંદીના ઘરેણાં ખરીદનારાઓ માટે સારાં સમાચાર, આગામી અઠવાડિયે બની રહ્યા છે ખાસ યોગ

Noor

Last Updated: 04:43 PM, 8 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિત્રો, જાન્યુઆરી ર૦ર૦ માસની તા.૧૦-૦ર-ર૦ર૦ના સપ્તાહના ગ્રહોની ખગોળિય સ્થિતિનો અભ્યાસ કરતાં અને ગ્રહોના બનતા યોગો જોતાં આ યોગો બજાર માટે કેવી અસર આપશે તે આપણે જોઇએ.

  • સોના-ચાંદીના ઘરેણાં ખરીદનારાઓ માટે સારાં સમાચાર
  • બેતરફી બજારમાં વેચવાલી જોવા મળી શકે છે
  • ચાંદીમાં મોટી અને ઝડપી વેચવાલી આવી શકે

આ સપ્તાહના મહત્ત્વના યોગો 

આ સપ્તાહના મહત્ત્વના યોગોમાં શુક્ર અને રાહુનો કેન્દ્ર યોગ થાય છે અને બુધ અને નેપ્ચૂનનું ક્રાંતિ સામ્ય થાય છે. આ સપ્તાહમાં બુધ સૂર્યથી અતિ નજીક છે અને ચંદ્ર પૃથ્વીથી અતિ નજીક છે. આ સપ્તાહમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ અને શનિ પોતાની સ્વરાશિમાં ભ્રમણ કરે છે.

શેરબજાર

આ સપ્તાહના ગ્રહયોગોનો અભ્યાસ કરતાં શેરબજારમાં સપ્તાહના શરૂઆતના દિવસે બજાર નરમ ખૂલી શકે છે અને બેતરફી વધઘટ બતાવી શકે છે. પણ બજારમાં સપ્તાહની શરૂઆતના દિવસથી વેચવું હિતાવહ છે. આ સપ્તાહમાં દરેક ઉછાળે બજારમાં વેચીને વેપાર કરી શકાય. ગ્રહયોગો જોતાં આ દિવસોમાં બેન્ક, સ્ટીલ, મેટલ, રિલાયન્સ, ઓટો સેકટરમાં વધઘટ વધુ આવી શકે છે. આ સપ્તાહમાં ચાલુ બજારમાં વેચવાલી આવે તેવા યોગો છે. આ દિવસોમાં એકાદ દિવસ ઝડપી વેચવાલી આવી શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારમાં નરમ ધ્યાન રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસે બજારમાં વેચવાલી આવી શકે છે. ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં શેરબજારમાં મોટી અને ઝડપી ગભરાટભરી વેચવાલી આવે તેવા યોગો હોવાથી નિફટી વેચીને અથવા નિફટી પુટ લઇને વેપાર ગોઠવવાથી સારો લાભ મેળવી શકાય.

સોના-ચાંદી

આ સપ્તાહના ગ્રહયોગો જોતાં સોના-ચાંદીમાં વેચવાલી આવે તેવા યોગો હોવાથી વેચીને વેપાર કરનારને લાભ મળી શકે છે. આ સપ્તાહની શરૂઆતના દિવસથી સોના-ચાંદી બજારમાં વેચીને વેપાર કરતા જવો. દરેક ભાવે વેચી શકાય તેવી રીતે વેપાર કરવો. આ દિવસોમાં ચાંદીમાં મોટી અને ઝડપી વેચવાલી આવી શકે એવા યોગો હોવાથી ચાંદીમાં વેચાણ કરવું વધુ હિતાવહ છે. સપ્તાહના મધ્યના દિવસોમાં ચાંદીમાં સારા નરમ ભાવ બતાવી શકે છે અને સપ્તાહના અંતિમ દિવસોમાં સોના અને ચાંદી બજાર બેતરફી વધઘટ બતાવી શકે છે. પણ ધ્યાન નરમ રાખીનેે વેપાર કરવો. ફોરેન બજારમાં વેચવાલી આવતાં સ્થ‌ાનિક બજારમાં પણ નરમ ભાવ જોવા મળે.

ક્રૂડ ઓઇલ 

મિત્રો, આ સપ્તાહમાં ક્રૂડ ઓઇલમાં મજબૂતી તરફી ચાલ બતાવે તેવા યોગો હોવાથી ક્રૂડ ઓઇલમાં સ્ટોક કરતાં જવો લાભદાયી રહે. આ સપ્તાહની શરૂઆતના દિવસથી જ ક્રૂડ ઓઇલમાં સ્ટોક કરવો હિતાવહ છે. સપ્તાહની શરૂઆતના દિવસથી બજારમાં દરેક ભાવે સ્ટોક કરી શકાય તેવી રીતે વેપાર ગોઠવવો લાભદાયી રહે. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક વધારી શકો છો. સપ્તાહના મધ્યના દિવસોમાં એકાદ દિવસ સાંકડી વધઘટ અથવા સામાન્ય નરમ બજાર જોવા મળી શકે છે. પણ ધ્યાન મજબૂત રાખીને વેપાર કરવો. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારમાં નવી માગ નીકળતાં મજબૂત બજાર રહી શકે છે. ફોરેન માર્કેટમાં બજારમાં સારા તેજીનો ઉછાળો આવતાં સ્થાનિક બજારમાં પણ મજબૂત ભાવ રહે. ફોરેન બજારની નવી ખરીદી નીકળતાં બજારમાં મજબૂત ભાવ જોવા મળી શકે છે.

એરંડા, તેલ, તેલીબિયાં 

આ સપ્તાહમાં સિંગતેલ, એરંડા, દિવેલ, કપાસિયા, તેલ, તેલીબિયાંમાં મજબૂત ભાવ રહે તેવા યોગ છે. સપ્તાહની શરૂઆતના દિવસથી બજારમાં નવી પૂછપરછ નીકળી શકે છે. આ સપ્તાહમાં તેલ, તેલીબિયાંમાં શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર કરતા જવો લાભદાયી રહી શકે છે. સપ્તાહની શરૂઆતના દિવસથી દરેક ભાવે સ્ટોક કરી શકીએ એવી રીતે વેપાર કરવો. સપ્તાહના મધ્યના દિવસો સુધી સ્ટોક વધારી શકાય. નફો બુક વેપારના પ્રમાણમાં કરવો. પણ મંદીનો વેપાર કરવો નહીં. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ તેલ, તેલીબિયાં, એરંડામાં મજબૂતીના જ યોગો હોવાથી સ્ટોક કરીને જ વેપાર કરવો લાભદાયી રહી શકે. આ સપ્તાહમાં સિંગતેલ, એરંડા, તેલ, તેલીબિયાંમાં ભાવમાં મજબૂતી જોવા મળી શકે છે.

કપાસ-કોટનઃ 

આ સપ્તાહની શરૂઆતમાં કોટન અને કપાસમાં તેજી તરફી ચાલ બતાવી શકે તેવા યોગો હોવાથી સપ્તાહની શરૂઆતના દિવસોથી જ કોટન-કપાસમાં સ્ટોક કરીને વેપાર કરવો લાભદાયી રહે. દરેક ભાવે સ્ટોક કરી શકીએ એવી રીતે સ્ટોક કરવો. આ દિવસોમાં એકાદ દિવસ નવી માગ નીકળતાં બજારમાં તેજી તરફી ઉછાળો જોવા મળી શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં પણ બજારમાં મજબૂતીના જ યોગો છે. માટે આ ભાવમાં મંદીનો વેપાર કરવો નહીં. એકંદરે આ સપ્તાહમાં કોટન-કપાસમાં તેજીના યોગો હોવાથી બજારમાં મજબૂતી જોવા મળી શકે છે. લાંબા સમય માટે સ્ટોક કરવો હોય તો આ સમયમાં કરી શકાય.

આલેખનઃ વિનોદ રાવલ, ગ્રહ સંકેત 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ