ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક મસાલા / એપલ રસિકો માટે ખુશખબર, iPhone 16ની ઘટી ગઈ કિંમત, પ્રાઈઝ જાણી ખરીદવાનો બની જશે મૂડ

ટેક ન્યૂઝ / એપલ રસિકો માટે ખુશખબર, iPhone 16ની ઘટી ગઈ કિંમત, પ્રાઈઝ જાણી ખરીદવાનો બની જશે મૂડ

Last Updated: 10:57 AM, 15 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તહેવારોની સિઝનના સેલ દરમિયાન બેસ્ટ ઑફર્સમાં નવો iPhone ખરીદી શક્યા નથી, તો તમારી પાસે હજુ પણ એક મોટી તક છે. Amazon પર iPhone 16 પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે, સાથે જ બેંક ઑફર્સ પણ આપવામાં આવી છે.

ADVERTISEMENT

એપલે હાલમાં જ તેની લેટેસ્ટ સ્માર્ટફોન સીરીઝ iPhone 16 લોન્ચ કર્યો છે. આ સીરીઝ હેઠળ, કંપનીએ iPhone 16, iPhone 16 Pro, iPhone 16 Pro Max, iPhone 16 Plus લોન્ચ કર્યા છે. જો તમે આ iPhone 16 ખરીદવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. iPhone 16 પર બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે.

apple-4

જો તમે તહેવારોની સિઝનના સેલ દરમિયાન બેસ્ટ ઑફર્સમાં નવો iPhone ખરીદી શક્યા નથી, તો તમારી પાસે હજુ પણ એક મોટી તક છે. ઈ-કોમર્સ સાઈટ Amazon પર iPhone 16 પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તેમાં ડિસ્કાઉન્ટ સાથે બેંક ઑફર્સ પણ આપવામાં આવી છે અને આ સિવાય તમે તમારો જૂનો ફોન એક્સચેન્જ ઑફરમાં આપીને વધારાની બચત કરી શકો છો.

Amazon1

એમેઝોન હાલમાં આ ફોન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે અને આ ફોન માટે 2000 રૂપિયા ઓછા ચૂકવવા પડશે. એટલે પહેલા આ ફોનની કિંમત 79,900 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 77,900 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય જો તમે SBI અથવા ICICI બેંક કાર્ડથી ખરીદી કરો છો, તો તમને 5000 રૂપિયાનું કેશબેક મળશે.

PROMOTIONAL 12

આટલું જ નહીં એમેઝોન જૂના ફોન લેવાનો વિકલ્પ પણ આપે છે. એટલે કે જો તમે તમારો જૂનો iPhone આપો છો, તો તમને નવા iPhone પર 20,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જે તમારા જૂના ફોનની સ્થિતિ પર નિર્ભર રહેશે.

વધુ વાંચો: વોટ્સઅપ પર આવતા વેડિંગ કાર્ડને ડાઉનલોડ કરનારા ચેતી જજો, નહીંતર થઇ જશો સાયબર ક્રાઇમના શિકાર

iPhone 16માં 6.1-ઇંચની ઓલ-સ્ક્રીન OLED ડિસ્પ્લે છે અને આ ડિસ્પ્લે સુપર રેટિના એક્સડીઆર સાથે છે. iPhone 16માં A18 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ હેન્ડસેટને સ્મૂધ પરફોર્મન્સ આપે છે. આ મોબાઈલ iOS 18 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. iPhone 16માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

iPhone 16 Amazon iPhone 16 Price & Offer iPhone 16
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ