બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:00 PM, 19 April 2026
ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો હતો, બંને કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, સતત પાંચ દિવસના વધારા છતાં, MCX પર સોનું પોતાના હાઇ લેવલ કરતાં 48,000 રુપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું રહ્યું છે.
ADVERTISEMENT
ચાંદીની વાત કરીએ તો, આ કિંમતી ધાતુ હાલમાં તેના સર્વકાલીન હાઇ લેવલની સરખામણીમાં 1.81 રુપિયા લાખના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં 1 કિલો ચાંદીના ભાવમાં 14,000 રુપિયાથી વધુનો ઘટાડો થયો છે.
ચાંદી ચમકી, પછી પણ હાઇથી સસ્તી
ADVERTISEMENT
આવો સૌથી પહેલા ચાંદીના ભાવ વિશે જાણીએ, MCX પર 5 મેના રોજ સમાપ્ત થતા ચાંદીના કોન્ટ્રેક્ટના ભાવ ગયા અઠવાડિયાના પાંચ ટ્રેડિંગ દિવસોમાં 14,805 રુપિયા વધ્યા હતા. 10 એપ્રિલના રોજ, એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 243,274 રુપિયા હતો, જે ગયા શુક્રવારે 258,079 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

ADVERTISEMENT
જો હાઇથી સરખામણી કરીએ, તો ચાંદીના ભાવ એક અઠવાડિયા સુધી ચાલેલી તેજી છતાં પ્રાઇઝ ક્રેશ થઇ હોય તેવું લાગે છે. હકીકતમાં, આ વર્ષે જાન્યુઆરીમાં, MCX પર ચાંદીના વાયદા પહેલી વાર 4 લાખ રુપિયાના આંકને વટાવી ગયા હતા, અને કિંમતી ધાતુ 4,39,337 રુપિયા પ્રતિ કિલોગ્રામના લાઇફ ટાઇમ હાઇ લેવલને સ્પર્શી ગઈ હતી. જોકે, તે સીમાચિહ્ન સુધી પહોંચ્યા પછી, ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે અને હાલમાં તે હાઇ લેવલની તુલનામાં પ્રતિ કિલોગ્રામ 1,81,258 રુપિયા ના ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહી છે.
આ પણ વાંચોઃ યસ બેન્કને માર્ચના ક્વોર્ટરમાં થયો 1068 કરોડનો નેટ પ્રોફિટ, ફોકસમાં રહેશે શેર
ADVERTISEMENT
સોના પણ છેલ્લા અઠવાડિયાએ એટલુ ચઢ્યું
સોનાના ભાવની વાત કરીએ તો, ચાંદીની જેમ જ આ કિંમતી ધાતુ ગયા અઠવાડિયે ચમકી હતી. 10 એપ્રિલના રોજ, MCX પર 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 152,652 રુપિયા પર બંધ થયો હતો. ગયા શુક્રવારે તે વધીને 154,605 રુપિયા પર બંધ થયુ હતું. આ હિસાબે અઠવાડિયા દરમિયાન સોનાનો ભાવ 1,953 રુપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘો થયો છે.
ADVERTISEMENT

ચાંદીની જેમ, જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં પણ ઝડપથી વધારો થયો હતો, જેમાં પહેલી વાર 2 લાખ રુપિયા પ્રતિ 10 ગ્રામનો આંકડો વટાવી ગયો હતો. MCX પર આ કિંમતી પીળી ધાતુનો આજીવન ઉચ્ચતમ ભાવ 2,02,984 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ ટોચના સ્તર સામે વર્તમાન દરની સરખામણી કરીએ તો, સોનું હાલમાં 48,379 રુપિાના ડિસ્કાઉન્ટ પર મળી રહી છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.