બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ધર્મ / Daily Horoscope / Gold silver commodity buying astrology advice
સપ્તાહની શરૂઆતમાં મંગળ અને શનિનો કેન્દ્ર યોગ બને છે. આ સપ્તાહમાં ગુરુ અને શુક્રનું ઓપોઝિશન છે. સપ્તાહનાં અંતમાં બુધ અને ગુરુનો ત્રિકોણ યોગ બને છે. આ સપ્તાહમાં સૂર્ય, મંગળ, શનિ અને ગુરુ સ્વગૃહી છે.
ADVERTISEMENT
શેરબજારઃ
શેરબજારની શરૂઆત નરમ ખૂલીને થઇ શકે છે. બજારમાં શરૂઆતના દિવસોમાં ઊંચા મથાળે વેચવાલી આવી શકે છે. આ સપ્તાહની શરૂઆતના દિવસોમાં બજારમાં નરમાઇ અને મધ્યના દિવસોમાં બજારમાં બે તરફી ચાલ જોવા મળી શકે છે. નફારૂપી લેવાલી આવતાં બજારમાં મજબૂતાઇ જોવા મળે. સપ્તાહની શરૂઆતના દિવસોમાં એકાદ દિવસ વેચવાલી આવી શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં બજારમાં બે તરફી ધ્યાન રાખીને વેપાર કરવો. આ સપ્તાહની શરૂઆતમાં નિફટી વેચીને અથવા નિફટી પુટ લઇને ઓગસ્ટ એન્ડ અને સપ્ટેમ્બરનો વેપાર ગોઠવી શકાય. તો સારો નફો મળી શકે છે આ સપ્તાહમાં રિલાયન્સ, બેન્ક, સ્ટીલ, ફાર્મા, ઓટો સેકટરમાં વધઘટ જોવા મળે.
ADVERTISEMENT
સોના-ચાંદીઃ
સોના-ચાંદી વાયદા અને હાજરની શરૂઆત નફારૂપી વેચવાલીથી થઇ શકે છે. આ સપ્તાહમાં નરમાઇના યોગો હોવાથી શરૂઆતના દિવસોમાં બજારમાં વેચાણ કરીને વેપાર કરવાથી લાભ મેળવી શકાય છે. સપ્તાહના અંતિમ દિવસોમાં બજાર બે તરફી રહી શકે છે. અંતિમ દિવસોમાં બેતરફી બજારમાં નરમ ધ્યાન રાખી વેપાર કરવો.
ADVERTISEMENT
.jpg)
ક્રૂડ ઓઇલઃ
ADVERTISEMENT
ક્રૂડ ઓઇલમાં સપ્તાહની શરૂઆતના દિવસેામાં બજારમાં મજબૂતીના યોગો છે. ક્રૂડ ઓઇલમાં સપ્તાહની શરૂઆતથી તેજી ધ્યાન રાખીને ક્રૂડ ઓઇલમાં સ્ટોક કરતાં જાવો . શરૂઆતના દિવસથી બજારમાં દરેક ભાવે સ્ટોક કરી શકાય તેવી રીતે વેપાર ગોઠવવો. આ સપ્તાહના યોગો તેજીના હોવાથી તેજીના ઉછાળા આવી શકે છે.
એરંડા, તેલ, તેલીબિયાંઃ
ADVERTISEMENT
સિંગતેલ, એરંડા,દિવેલ, તેલીબિયાંમાં સપ્તાહની શરૂઆત મજબૂતીથી થાય. સિંગતેલ અને એરંડામાં સપ્તાહની શરૂઆતના દિવસથી જ બજાર દરેક ભાવે સ્ટોક કરતાં જવો લાભદાયી રહે. સિંગતેલમાં શરૂઆતના દિવસોથી અને મધ્યના દિવસો સુધી દરેક ભાવે સ્ટોક કરતાં જવો. સિંગતેલમાં મજબૂતીના યોગ છે. આ સપ્તાહમાં તેલ, તેલીબિયાંમાં શરૂઆતના દિવસથી જ તેજી ધ્યાન રાખીને વેપાર કરવો.
કપાસ-કોટનઃ
ADVERTISEMENT
આ સપ્તાહમાં કોટન અને કપાસમાં શરૂઆત મજબૂત બજાર ખૂલીને થઇ શકે છે. ખૂલતા ભાવથી ધ્યાન તેજીમાં રાખીને શરૂઆતના દિવસથી જ સ્ટોક કરીને વેપાર કરવો. સપ્તાહની શરૂઆતના અને મધ્યના દિવસોમાં બજારમાં મજબૂત ભાવ જોવા મળી શકે છે. સપ્તાહની શરૂઆતના દિવસથી જ બજારમાં કોટન અને કપાસમાં સ્ટોક કરીને વેપાર કરવો લાભદાયી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.