ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Budget 2024 / Budget / સોનું 70 હજારની નીચે આવ્યું! 3 દિવસમાં ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાની ગોલ્ડન તક

ગોલ્ડ રેટ / સોનું 70 હજારની નીચે આવ્યું! 3 દિવસમાં ભાવમાં મોટો ઘટાડો, ખરીદવાની ગોલ્ડન તક

Last Updated: 01:04 PM, 26 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Today Gold Price Latest News : સોનાના ભાવ ઘટવા પાછળનું કારણ બજેટ દરમિયાન લેવાયેલા નિર્ણયો, છેલ્લા 3 દિવસમાં સોનાની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો, જાણો હાલ શું છે ભાવ ?

ADVERTISEMENT

Today Gold Price : કેન્દ્રીય બજેટ બાદ હવે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં છેલ્લા 3 દિવસમાં સોનાની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટ અનુસાર આ મોટા ઘટાડાથી 24 કેરેટ સોનાની કિંમત 69,810 રૂપિયાના સ્તરે આવી ગઈ છે. આ સાથે આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ચાંદી 84,400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

તો શું બજેટના નિર્ણયોને કારણે સોનું સસ્તું થયું ?

સોનાના ભાવ ઘટવા પાછળનું કારણ બજેટ દરમિયાન લેવાયેલા નિર્ણયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી એવી ધારણા હતી કે સોનાના ભાવ ઘટશે. સોના અને ચાંદી ઉપરાંત પ્લેટિનમ પર પણ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કાપને કારણે કસ્ટમ ડ્યૂટી ઘટીને 6.5 ટકા થઈ ગઈ છે.

આવો જાણીએ વૈશ્વિક સ્તરે શું છે સ્થિતિ ?

શુક્રવારે સોનાનો ભાવ 0.4 ટકા વધીને 2374.14 ડોલર પ્રતિ ઔંસ થયો હતો. પરંતુ હજુ પણ આ અઠવાડિયે તે 1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં આજે 0.7 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

વધુ વાંચો : 7 રૂપિયાનો શેર 1700એ પહોંચ્યો! 22000 ટકાનું આપ્યું રિટર્ન, દારૂ બનાવે છે કંપની

સોનું ખરીદવાની સારી તક

ભારતમાં સોનાનો ઓલ ટાઈમ હાઈ 75000 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. આવી સ્થિતિમાં 70,000થી નીચે ભાવ ઘટવાથી રોકાણકારો માટે સારી તક બની શકે છે. આગામી તહેવારોની સિઝનમાં સોનાના ભાવમાં ફરી વધારો થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે, બજેટ બાદ સોનું વેચતી લિસ્ટેડ કંપનીઓના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2024 Today Gold Price Gold Silver Price
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ