બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / global leaders accounts are not completely above rules says twitter

ટ્વિટર / નેતાઓના વિવાદિત ટ્વીટને હવે લાઇક, શેર કે રીટ્વિટ નહીં કરી શકાય

Published By: Mehul

Last Updated: 10:49 PM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર લોકોના વિચારો રજુ કરવાનું એક શક્તિશાળી માધ્યમ બની ગયું છે. પછી ભલે તે કોઈ સામાન્ય વ્યક્તિ હોય કે સૌથી તાકતવર મનાતા અમેરિકાના પ્રમુખ, આ પ્લેટફોર્મ દરેક માટે ઉપલબ્ધ છે. જો કે ટ્વિટરે કહે છે કે વૈશ્વિક નેતાઓ તેની નીતિઓથી ઉપર નથી.

  • વિવાદીત ટ્વીટને લાઇક કે શેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
  • ટ્વીટર દ્વારા વાંધાજનક કન્ટેન્ટ માટે દુનિયાભરમાં દરરોજ સેંકડો એકાઉન્ટ બ્લોક કરાય છે
  • ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત ટ્વિટ સામે પગલાં લેવાનું દબાણ

તેથી નિયમોનું ઉલ્લંઘન કરનારા નેતાઓના ટ્વીટને લાઇક કે શેર કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ટ્વિટરે એવી સ્પષ્ટતા કરી નથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા વૈશ્વિક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકશે કે કેમ? ટ્વિટરના આ નિવેદનથી એટલું તો જોકે સમજી શકાય છે કે ટ્રમ્પ જેવા વૈશ્વિક નેતાઓ પ્રત્યે કુણું વલણ રાકવાનું ચાલું રાખશે અને તેમના એકાઉન્ટ બ્લોક કરવાની હિંમત નહીં બતાવે.

બીજી બાજુ સામાન્ય વ્યકિતના એકાઉન્ટ સામે તરત જ પગલા ભરવામાં આવે છે. ટ્વીટર દ્વારા વાંધાજનક કન્ટેન્ટ માટે દુનિયાભરમાં દરરોજ સેંકડો એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે છે. ટ્વીટરે  એક બ્લોગ પોસ્ટમાં કહ્યું, 'અમે વૈશ્વિક નેતાઓની આવી પોસ્ટને લાઇક, શેર અથવા રીટ્વિટ કરવાની મંજૂરી આપીશું નહીં. સામાન્ય રીતે વિવાદિત ટ્વીટ્ ટ્વિટર પરથી ડિલીટ કરી નાખવામાં આવે છે. 

ટ્વિટરનું નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેના પર ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત ટ્વિટ સામે પગલાં લેવાનું દબાણ છે. પરંતુ ટવીટરના સંચાલકો ટ્રમ્પ વિરુદ્ધ કાર્યવાહી કરતા ખચકાય છે કે ડરે છે. આમ પણ ટવીટર પર પક્ષપાત રાખવાના આક્ષેપો થતાં રહે છે. તાજેતરમાં અમેરિકન સાંસદ કમલા હેરિસે ટ્વિટરને ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવા કહ્યું હતું. ટ્રમ્પ વારંવાર તેમના રાજકીય વિરોધીઓ પર હુમલો કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tech Update Twitter technology news tweets ગુજરાતી ન્યૂઝ Twitter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ