ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:00 PM, 8 July 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
સાપને જોઈને ડર અનુભવવોએ આમ બાબત છે. મોટાભાગના લોકો સાપથી ડરતા હોય છે ભારતમાં એવી પ્રજાતિના સાપ છે. જેના ડંખથી માણસનું ગણતરીની કલાકોમાં જ મોત થાય છે. જેમાં કિંગ કોબ્રા સહિતના ઝેરી સાપનો સમાવેશ થાય છે. પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કિંગ કોબ્રા સાપને ડર વગર સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગતો અનુસાર કિંગ કોબ્રાને ઘરના ફળિયામાં એક વ્યક્તિ નવડાવી રહ્યો છે. ડબ્બામાંથી એક યુવાન કોબ્રા સાપ પર પાણી રેડી રહ્યો છે અને સાપ પનબફેણ ઊંચી કરીને મસ્તીમાં ન્હાતો હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકોના હોંસ ઉડાવી દેતો આ વીડિયો instagraman aman the snake lover નામના આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 20,000 થી વધુ લોકોએ નિહાળ્યો છે જ્યારે 13,000 થી વધુ લોકોએ વીડિયોમાં લાઈક પણ આપી છે. બીજી બાજુ આ વિડીયો નિહાળી યુઝર્સ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ