બ્રેકિંગ ન્યુઝ
ગિફ્ટ સિટીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીના જીવનપ્રવાસને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યો. પીએમ મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની આ કહાની “મેરા દેશ પહેલે” દ્વારા જીવંત બની ગઈ. આ કાર્યક્રમમાં માત્ર તેમની રાજકીય સફર જ નહીં, પણ તેમની બાળપણથી લઈ રાષ્ટ્રનાયક બનવાની પ્રેરણાદાયી યાત્રાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
શોમાં પીએમ મોદીના જીવનના અનેક પ્રસંગો રજૂ થયા ચા વેચતા એક સામાન્ય છોકરાથી શરૂ થયેલી સફર, દેશસેવાના સંકલ્પથી ભરેલો યુવાનીનો સમય, અને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીથી લઈ દેશના પ્રધાનમંત્રી બનવાની અદ્વિતિય યાત્રા. દરેક પ્રસંગને જીવંત દ્રશ્યો, સંગીત, લાઈટિંગ અને પ્રેરણાદાયી શબ્દો દ્વારા રજૂ કરવામાં આવ્યો, જે ઉપસ્થિત દર્શકોને ઉર્જાવાન બનાવી ગયો.
“મેરા દેશ પહેલે” કાર્યક્રમનો હેતુ માત્ર પીએમ મોદીની કહાની બતાવવાનો નહોતો, પરંતુ દેશના યુવાનો અને નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને સમર્પણનો સંદેશ પહોંચાડવાનો હતો. કાર્યક્રમમાં “નવું ભારત” કેવી રીતે વિકસી રહ્યું છે ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ અને વૈશ્વિક સ્તરે ભારતની નવી ઓળખ તે બધું આકર્ષક રીતે રજૂ થયું.
ADVERTISEMENT
વધુ વાંચો: દિવાળી નજીક આવતા જ પોલીસ એક્ટિવ મોડમાં, એક્શન પ્લાન તૈયાર, જાણો શું
ગિફ્ટ સિટીના આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પીએમ મોદીની સફરથી પ્રેરણા મેળવી અને તાળી-જોશથી કાર્યક્રમને આવકાર્યો. “મેરા દેશ પહેલે” દ્વારા ગુજરાતે આજે એક એવા ભારતનું પ્રતિબિંબ જોયું, જે સપનાઓને હકીકત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.