બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Politics / ghaziabad news loni mla complains demands action against rahul gandhi asaduddin owaisi and swara bhaskar under nsa

વૃદ્ધ મારપીટ કેસ / ભાજપના ધારાસભ્યની ફરિયાદ, રાહુલ ગાંધી, ઓવૈસી સહિત આ બોલીવુડ અભિનેત્રીની સામે NSAએ હેઠળ કાર્યવાહીની માંગ

Dharmishtha

Last Updated: 07:18 AM, 17 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના ધારાસભ્યએ વૃદ્ધ પીટાઈ વીડિયો મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી NSA હેઠળ કાર્યવાહીની માંગ કરી.

  • રાહુલ ગાંધી, સ્વરા ભાસ્કર, ઔવેસી સામે ફરિયાદ
  •   ભાજપના ધારાસભ્યએ NSA હેઠળ કાર્યવાહીની માંગ કરી
  • આ મામલાને હિંદુ- મુસ્લિમ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો- ધારાસભ્ય

  ભાજપના ધારાસભ્યએ NSA હેઠળ કાર્યવાહીની માંગ કરી

જિલ્લાના લોની વિસ્તારમાં વૃધ્ધની પીટાઈનો વીડિયો વાયરલ થવાના મામલા પર ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યએ બોર્ડર વિસ્તારમાં કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી અને બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે આ 3 લોકોએ આ ભ્રામક પોસ્ટને શેર કરી છે.  ધારાસભ્યોએ 3ની વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ-1980 (NSA) અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રાહુલ ગાંધી, સ્વરા ભાસ્કર, ઔવેસી સામે ફરિયાદ

ભાજપ ધારાસભ્ય નંદકિશોરે જણાવ્યું કે તેમની વિધાનસભા લોનીમાં સડયંત્ર અંતર્ગત એક વૃદ્ધની દાઢી કાપીને તેની મારપીટ કરતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો. આ ઘટના 5 જૂન 2021ની છે.  આ મામલામાં પોલીસે તપાસ કરતા આરોપીઓની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આના પર કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી, ઓવૈસી અને અભિનેત્રી સ્વરા ભાસ્કરની વિરુદ્ધ પોતાના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ટ્વીટ કરી ઘટનાને ભગવાન શ્રીરામની સાથે જોડી ભક્તોને ગુનેગાર ઠરાવ્યા છે. જ્યારે આ મામલામાં મુસ્લિમ યુવકો પણ સામેલ હતા.

આ મામલાને હિંદુ- મુસ્લિમ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો- ધારાસભ્ય

ધારાસભ્યનું કહેવું છે કે આનાથી ખબર પડે છે કે આ મામલાને હિંદુ- મુસ્લિમ રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એક પૂર્વ સુનિયોજિત ષડયંત્ર અને કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભાગ છે. ભાજપના ધારાસભ્યે કહ્યુ કે લોની સહિત પ્રદેશ અને દેશમાં સાંપ્રદાયિક હિંસા કરાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

 આ મામલામાં 2 લોકોની ધરપકડ 

ઉલ્લેખનીય છે કે એસપી દેહાત ડો. ઈરાજ રાજાએ જણાવ્યું કે વૃદ્ધની દાઢીવાળા વીડિયો મામલામાં ઉન્મેદ પહેલવાન નામના સ્થાનિક નેતા પર સોશિયલ મીડિયા પર ઝેર ફેલાવવાનો કેસ દાખલ કરવામાં  આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ મામલામાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Ghaziabad Swara Bhaskar rahul gandhi અસદુદ્દીન ઓવૈસી રાહુલ ગાંધી સ્વરા ભાસ્કર NSA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ