ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / get bumper cashback on payment through credit card just follow these tips

બિઝનેસ ટિપ્સ / ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર જોઇએ છે બમ્પર કેશબેક? તો ફોલો કરો આ ટિપ્સ

Published By: Vikram Mehta

Last Updated: 10:35 AM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવાની સાથે સાથે કમાણી પણ કરી શકો છો. તમે દરેક ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર કેશબેક મેળવી શકો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મહત્તમ કેશબેક કેવી રીતે મેળવી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

તમામ જગ્યાએ ક્રેડિટ કાર્ડ યૂઝર્સ સતત વધી રહ્યા છે. દરરોજ લાખો લોકો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરે છે. કદાચ તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશો. તમે ક્રેડિટ કાર્ડથી ખર્ચ કરવાની સાથે સાથે કમાણી પણ કરી શકો છો. તમે દરેક ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર કેશબેક મેળવી શકો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મહત્તમ કેશબેક કેવી રીતે મેળવી શકાય તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી 
ક્રેડિટ કાર્ડ પર મહત્તમ કેશબેક મેળવવા માટે, યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી જરૂરી છે.  તમારે તમારી ખર્ચની આદત અનુસાર ક્રેડિટ કાર્ડની પસંદગી કરવી જોઈએ. અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર કરિયાણું, ભોજન, ટ્રાવેલ, પેટ્રોલ તથા અન્ય ખર્ચા પર કેશબેક આપવામાં આવે છે. તમે તમારા ખર્ચ વિશે જાણીને તમે યોગ્ય ક્રેડિટ કાર્ડની પસંદગી કરી શકો છો.

ઓનલાઈન શોપિંગ 
ક્રેડિટ કાર્ડ્સ ઓનલાઈન રિટેલર્સ અને ચોક્કસ ઈ-કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરે છે. આ વેબસાઇટ્સ પેમેન્ટ કરવા બદલ કેશબેક પ્રદાન કરે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલ, ફોન બિલ અને વીમા પ્રીમિયમ જેવા ખર્ચની ચૂકવણી કરવા બદલ ઓછું કેશબેક આપવામાં આવે છે. કેટલાક સ્પેશિયલ કાર્ડ આવા બિલની ચૂકવણી કરવા બદલ વધુ કેશબેક આપે છે. જે ક્રેડિટ કાર્ડ દૈનિક ખર્ચ પર વધુ કેશબેક ઓફર કરે તે કાર્ડની પસંદગી કરવી જોઈએ. 

કેટલાક ક્રેડિટ કાર્ડ દરેક ક્વાર્ટરમાં રોટેશનલ આધારે કેશબેક આપે છે. ક્રેડિટ કાર્ડ કંપનીઓ સ્પેશિયલ ડીલ પર વધારાનું કેશબેક આપે છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પર વધુ કેશબેક આપવામાં આવે છે. 

વધુ વાંચો: આજે ખેડૂતોના ખાતામાં આવશે બે-બે હજાર રૂપિયા, એકાઉન્ટમાં અપાશે 16મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ

સીઝનલ સેલમાં વધુ લાભ
કેટલાક ક્રેડિટ કાર્ડ ટ્રાવેલ સુવિધાઓ પર ધ્યાન આપે છે, જેથી ફ્લાઈટ ટિકીટ, હોટલ અને કાર ભાડા પર વધુ કેશબેક આપવામાં આવે છે. લોયલ્ટી પ્રોગ્રામ્સ સાથે સંબંધિત ક્રેડિટ કાર્ડ્સ, એરલાઈન માઈલ અથવા હોટેલ પોઈન્ટ્સ, ક્રેડિટ પોઈન્ટ પર વધુ કેશબેક આપવામાં આવે છે. સીઝનલ સેલમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી પર વધુ કેશબેક અને ક્રેડિટ પોઈન્ટ આપવામાં આવે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

cashback tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ