બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજુલામાં ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવકો ડૂબ્યા, ફાયરે શોધખોળ આદરી

ચકચાર / રાજુલામાં ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવકો ડૂબ્યા, ફાયરે શોધખોળ આદરી

Published By: Krutarth Joshi

Last Updated: 07:22 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. પહેલાથી જ નદીઓ ગાંડીતુર બની છે. ધાતરવડી નદી બેકાંઠે વહી રહી છે. અમરેલી- રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી

Gujarat Rains : ગુજરાતમાં હાલ બારેમેઘ ખાંગા થયા છે. કમોસમી વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ જિલ્લામાં વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોવા માટે મજબુર કર્યા છે. ભારે વરસાદનાં પગલે નદીઓ પણ ગાંડીતુર બની છે. તમામ નાની મોટી નદીઓ છલકાઇ ચુકી છે. અનેક ગામો સંપર્કવિહોણા થઇ ચુક્યાં છે. ભારે તારાજી સર્જાઇ ચુકી છે.

ધારતવડી નદી ગાંડીતુર બની

અમરેલીમાં પણ વરસાદે ભારે તારાજી સર્જી છે. પહેલાથી જ નદીઓ ગાંડીતુર બની છે. ધાતરવડી નદી બેકાંઠે વહી રહી છે. અમરેલી- રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે પ્રાથમિક વિગતો અનુસાર યુવાનો નાહવા માટે નદીમાં પડ્યાં હતા. જો કે યુવાનો થાકી જતા અચાનક ડુબવા લાગ્યા હતા. ડૂબ્યા ગ્રામજનો મદદ માટે દોડ્યા હતા. તમામને બચાવવા માટે ગામનાં બીજા લોકો પણ પાણીમાં પડ્યા હતા.

આ પણ વાંચોઃ લો બોલો, કચ્છમાંથી ઝડપાયો કલેક્ટરની ખોટી સહીઓ કરીને ઠગાઇ આચરનારો ક્લાર્ક, કચેરીમાં ચકચાર

ગ્રામજનોની નજર સામે યુવાનો પાણીમાં વહી ગયા

જો કે નદી એટલી ખતરનાક સ્તરે વહી રહી હતી કે, એક પણ યુવાન સ્થાનિકોનાં હાથમાં આવ્યા હતા. નદી સાથે વહી ગયા હતા. ગ્રામજનોએ ફાયરને ઘટના અંગે માહિતી આપતા. ફાયર સહિતનો સ્થાનિક વહીવટી તંત્રનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ તથા મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર દ્વારા હાલ તો યુવાનોને શોધવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે માહિતી મળતા ધારાસભ્ય હીરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ઉપરાંત કોસ્ટગાર્ડનું કાર્યાલય પણ નજીકમાં હોવાથી કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Four youths drowned in rajula Rajula news,

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ