બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Former Madhya Pradesh CM Babulal Gaur dies at 89

મધ્યપ્રદેશ / પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બાબુલાલ ગોરનું નિધન

Divyesh

Last Updated: 08:19 AM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના પૂર્વ મૂખ્યમંત્રી અને ભાજપના નેતા બાબૂલ ગોરનું આજરોજ સવારે ભોપાલની નર્મદા હોસ્પિટલમાં નિધન થયું છે. 89 વર્ષના બાબૂલાલ ગોરની મંગળવારના રોજ તબિયત બગડી હતી. તેમને બ્લડ પ્રેશર ઓછુ થવાની સાથે પલ્સ રેટ ઘટી ગયા હતા. બાબૂલાલ ગોરની કિડની સંપૂર્ણ રીતે કામ કરતી નહોતી. તેઓ ગત 14 દિવસથી નર્મદા હોસ્પિટલમાં વેન્ટિલેન્ટર સપોર્ટ પર હતા.

બાબૂલાલ ગોરનું નિધન પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે દુઃખ વ્યક્ત કર્યું. રાકેશ સિંહે કહ્યું આ કહેતા દુઃખ થાય છે કે અમારા માર્ગદર્શક ભાજપના વરિષ્ઠ નેતા તેમજ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરનું નિધન થયું છે. તેઓએ પ્રદેશમાં સંગઠનને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. 

ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટથી પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગોરની તબિયત અચાનક બગડી ગઇ હતી. ત્યારબાદ તેમને ભોપાલની એક કાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 89 વર્ષના બાબૂલાલ ગોરના ફેફસામાં ઇન્ફેકશન થયું હતું.

હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ પાર્ટીના ઘણા નેતાઓ તેમના ખબર અંતર પૂછવા આવ્યાં હતા. મુખ્યમંત્રી કમલનાથે પણ ટવિટ કરી તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજ સિંહ ચૌહાણે પણ ટવિટ કરી બાબૂલાલ ગોરની તબિયત જલ્દી સારી થાય તેમ જણાવ્યું હતું. 
 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ