બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / five female influencers are jailed for two years in egypt for violating public morals with their tiktok videos
Last Updated: 12:01 PM, 28 July 2020
ADVERTISEMENT
કોર્ટના જણાવ્યાનુંસાર આ છોકરીઓએ જે વીડિયો અને તસ્વીરો ટિકટોક તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી જેમાં ઈસ્લામ મુજબ તેની પરવાનગી નથી. તેમણે ઘણા ઓછા અને ટાઈટ કપડા પહેર્યા હતા.
Five female influencers jailed in Egypt for 'violating public morals' with TikTok videos https://t.co/6TnL6Ibyy2
— Daily Mail Online (@MailOnline) July 27, 2020
ADVERTISEMENT
ડેલી મેલના સમાચાર મુજબ ટિકટોક સ્ટાર હનીન હોસામ, મોવાદ- અલ અઘમ સહિત ત્રણ છોકરીઓને 2-2 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ લોકોએ સાથે મળીને એક વીડિયો બનાવ્યો હતો. જેના પર અનેક કટ્ટરપંથી લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે. કોર્ટે કહ્યું કે આ છોકરીઓએ સમાજના નિયમો તોડ્યા છે. જેમાં તેમને સજા આપવામાં આવી છે. જેનાથી બીજા લોકોને ચેતવણી મળશે. આ છોકરીઓને લગભગ 19 હજાર અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
ADVERTISEMENT

હનીન કાહિરા યુનિ.ની વિદ્યાર્થીની છે જેની ધરપકડ પોલીસે અપ્રિલમાં જ કરી દીધી હતી. તેને એક એવા વીડિયોને લઈને પકડી હતી જેમાં તે લોકોને ટિકટોકના માધ્યમથી પૈસા કમાવા માટે પ્રોત્સાહિત કરતી હતી. ત્યારે અનેક માનવતાવાદી અને લોકતંત્ર સમર્થકોએ આ છોકરીઓના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે.
હનીને કહ્યું કે તે છોકરી ટિકટોકથી પૈસા કમાવા માટે માત્ર જાગૃત કરી રહી હતી.જ્યારે કે પોલીસે કોર્ટમાં તેના પર છોકરીઓને ડિજિટલ સેક્સ વર્કર બનાવવાનો આરોપ લગાવ્યો છે. હનીન પર અનેક વાર તેની ટ્વીટને લઈને હુમલા કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.