બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / fitness yoga asanas for child these will help in growth in height and body

Health / તમારા બાળકને હેલ્ધી બનાવવા માટે કરાવો આ 5 યોગાસન, હાઇટ કે વજનમાં નહીં આવે રૂકાવટ

Published By: Vikram Mehta

Last Updated: 09:08 AM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતા-પિતા હંમેશા ઈચ્છે છે કે, તેમના બાળકો હેલ્ધી અને અટ્રેક્ટીવ બને. આજના સમયમાં ખાવા પીવાની આદતો અને જીવનશૈલીને કારણે બાળકોનો વિકાસ થઈ શકતો નથી.

  • વ્યક્તિની ઊંચાઈ આનુવંશિકતા પર આધાર રાખે છે
  • આ ઉપાય અપનાવવાથી ધાર્યું પરિણામ મળી શકે છે
  • બાળકને હેલ્ધી બનાવવા માટે કરાવો આ 5 યોગાસન

માતા-પિતા હંમેશા ઈચ્છે છે કે, તેમના બાળકો હેલ્ધી અને અટ્રેક્ટીવ બને. જે માટે માતા-પિતા બાળકોને અલગ અલગ વસ્તુઓ ખવડાવતા હોય છે. મોટાભાગે વ્યક્તિની ઊંચાઈ આનુવંશિકતા પર આધાર રાખે છે. કેટલાક ઉપાયો અપનાવવાથી ધાર્યું પરિણામ મળી શકે છે. આજના સમયમાં ખાવા પીવાની આદતો અને જીવનશૈલીને કારણે બાળકોનો વિકાસ થઈ શકતો નથી. અહીંયા અમે તમને પાંચ એવા યોગા વિશે જણાવી રહ્યા છીએ જે કરવાથી તમારા બાળકનો માનસિક અને શારીરિક વિકાસ યોગ્ય રીતે થઈ શકે છે. 

તાડાસન
બાળકોની ઊંચાઈ વધારવા માટે તાડાસન અસરકારક આસન છે. બાળક દરરોજ 5 મિનિટ તાડાસન કરે તો તે તેની ઊંચાઈ વધી શકે છે. તાડાસન કરવાથી, બાળકોના સ્નાયુઓ સ્ટ્રેચ થાય છે અને ઊંચાઈ વધે છે.

સૂર્ય નમસ્કાર
  સૂર્ય નમસ્કારથી બાળકો તથા એડલ્ટને પણ ફાયદો થઈ શકે છે. બાળકોને દરરોજ 5-7 વખત સૂર્ય નમસ્કાર કરે બાળકોની ઊંચાઈ વધે છે તથા હેલ્થ પણ સારી રહે છે.

વૃક્ષાસન
વૃક્ષાસનથી બાળકોનો શારીરિક વિકાસ થવાની સાથે સાથે માનસિક વિકાસ થાય છે. આ આસન કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને શરીર ફ્લેક્સિબલ બને છે. વૃક્ષાસનને ટ્રી પોઝ પણ કહેવામાં આવે છે.

પશ્ચિમોત્તાનાસન
ઊંચાઈ વધારવા માટે પશ્ચિમોત્તાનાસનને શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિયમિતરૂપે આ આસન કરવાથી કરોડરજ્જુ ફ્લેક્સિબલ બને છે. ઉપરાંત આ આસન કરવાથી બાળકોના આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

વધુ વાંચો: હેલ્ધી હાર્ટ માટે આયુર્વેદમાં બતાવેલા છે આ ખાસ નિયમો, 50 ટકા ઘટી જશે ખતરો

સુખાસન
સુખાસન એક અસરકારક યોગાસન છે. હાલના સમયમાં બાળકો નીચે બેસતા નથી, પરંતુ પલાઠી વાળીને નીચે બેસવાથી શારીરિક વિકાસ થાય છે. બાળકની લંબાઈ વધે અને તે અટ્રેક્ટીવ દેખાય તે માટે સુખાસન જરૂરથી કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

સંકળાયેલા મુદ્દાઓ

Fitness Yoga health news in Gujarati yoga asanas for child yoga growth in child height ચાઈલ્ડ યોગા બાળકો માટે યોગા Health

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ