બ્રેકિંગ ન્યુઝ
મલાઇકાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળે તો તમે સમજી જશો કે મલાઇકા આટલી ફિટ અને હેલ્ધી કેવી રીતે રહે છે. મલાઇકા સોશ્યલ મીડિયા પર ઘણી વખત વર્કઆઉટ વીડિયો પોસ્ટ કરે છે જે ફેન્સ અને ફૉલોઅર્સની સાથે સાથે ઇન્ડસ્ટ્રીમાં તેની સાથે કામ કરનારા ફિટનેસ ગોલ્સ આપે છે.
ADVERTISEMENT
મલાઇકા સ્ટ્રિક્ટ જિમ રૂટીન ફૉલો કરે છે. તે દરરોજ પોતાના દિવસની શરૂઆત 1-2 કલાક એક્સર્સાઇઝની સાથે કરે છે. જિમમાં મલાઇકા પિલાટેઝ, કાર્ડિયો, તો ક્યારેક વેટ ટ્રેનિંગ કરે છે પરંતુ આજલક તે એરિયલ યોગ કરતી જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાની કર્વી બોડી અને ફ્લૉલેસ સ્કિન માટે દરરોજ વર્કઆઉટની પાછળ હેલ્ધી સ્નેક તરીકે મલાઇકા વેજિટેબલ સ્મૂધી પીવે છે. વેજિટેબલ સ્મૂધી એન્ટીઓક્સડિન્ટ્સનું એક શાનદાર સોર્સ માનવામાં આવે છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મલાઇકા ભલે જ ખાંડ અને ખાંડથી બનેલી પ્રોડક્ટ્સ દૂર રહેતી હોય પરંતુ પોતાના ડાયટમાં 4 ઇન્ડિયન સુપરફૂડ્સ ચોક્કસથી શામેલ કરે છે અને તે ગોળ, ખજૂર, મધ અને ઘી. હેલ્ધી લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે આ સુપરફૂડ્સ પોતાના ડાયટમાં શામેલ કરે છે. મલાઇકા દરરોજ ખોરાકમાં ધી, ખજૂરની સ્મૂધી, પાણીમાં મધ મિક્સ કરીને સેવન કરે છે.
આ સિવાય મલાઇકા કહે છે કે તે પેક્ડ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડની જગ્યાએ લોકલ અને ઓર્ગેનિક ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે કેમકે તે એકદમ નેચરલ હોય છે.
ઘણા સેલિબ્રેટીઝની માફક તે રાતે 8 વાગ્યા પહેલા ડિનર કરી લે છે અને તે પછી કંઇ જ ખાતી નથી. મલાઇકા જણાવે છે કે, ''જો તે સાંજના સમયે કામ માટે બહાર જાય છે તો મોડું ડિનર કરવાની જગ્યાએ 8 વાગે ડિનર કરી લે છે.'' આ સિવાય તે જણાવે છે કે, ''સૂઇ જતાના 2 કલાક પહેલા ન ખાવાથી ડાઇઝેશન ઠીક રહે છે અને પેટમાં ચરબી પણ જમા થતી નથી.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.