બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / fishermen during lockdown in lakhimpur uttar pradesh bike stuck in fishing net

ઉત્તરપ્રદેશ / માછીમારે નદીમાં ફેંકી જાળ તો માછલીની જગ્યાએ જે આવ્યું તે જોઈને સૌ કોઈ દંગ

Published By: Noor

Last Updated: 07:43 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉન દરમિયાન ઉત્તરપ્રદેશના લખીમપુર ખેરીમાં કેટલાક માછીમારો એવી આશામાં નદીમાં ઉતર્યા હતા કે તેઓ માછલી પકડે અને તેને વેચીને થોડાં પૈસા કમાવી શકે. પરંતુ જ્યારે માછીમારે નદીમાં જાળ ફેંકી તો માછલીની જગ્યાએ જે આવ્યું તેને જોઈને માછીમારાઓ જ નહીં પણ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા

  • પૈસા કમાવવા માછામારે નદીમાં ફેંકી જાળ
  • તો માછલીની જગ્યાએ જે મળ્યું તે જોઈ હોશ ઉડી ગયા
  • પોલીસ પણ જોઈને ચોંકી ગઈ

હકીકતમાં લખીમપુર ખેરીની શારદા નદીમાં જ્યારે માછીમારોએ માછલી પકડવા જાળ ફેંકી તો તેમાં માછલી નહીં પરંતુ બજાજની પ્લેટિના બાઈક ફસાઈ ગઈ. પછી માછીમારોને જ્યારે જાળમાં કોઈ ભારે સામાન ફસાયો હોય એવું લાગ્યું તો તેમણે મદદ માટે અન્ય લોકોને ત્યાં બોલાવ્યા. 

જ્યારે બધાંએ ભેગા મળીને જાળને ખેંચી તો તેઓ ચોંકી ગયા. જાળમાં માછલીની જગ્યાએ બાઈક ફસાયેલી જોવા મળી. જ્યારે આ વાતના સમાચાર મળતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને બાઈકને કબજે કરી હતી. હવે પોલીસે તપાસ હાથ ધરી છે કે, આ બાઈક કોઈએ નદીમાં ફેંકી કે કોઈ અકસ્માત થયો હતો, જેના કારણે બાઈક નદીમાં પડી ગઈ. 

નદીમાંથી બાઈક કાઢ્યા બાદ ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને લોકો આ બાઈકને લઈને જાત-જાતની વાતો કરી રહ્યા છે. કોઈને લાગે છે કે અકસ્માત થયો હશે તો કોઈ કહે છે કે, આ કોઈએ કાવતરું કર્યું છે. 

બીજી તરફ ખંડવા જિલ્લાના એક ગામ આરૂદમાં સોમવારે એક અજીબ ઘટના સામે આવી હતી. અહીં એક બાળકે માછલી પકડવા તળાવમાં જાળ ફેંકી તો તેમાં માછલી તો મળી નહીં પરંતુ 500 અને 2000ની નોટો હાથ લાગી ગઈ. જે લગભગ 20 હજાર રૂપિયા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Bike Fishermen fishing net lakhimpur lockdown stuck uttar pradesh Uttar Pradesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ