બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / First semi-final match between India and South Africa

IND vs SA / ભારત કે દક્ષિણ આફ્રિકા? આખરે કોના નસીબમાં હશે ફાઇનલની ટિકિટ, જાણો સેમી ફાઇનલની A to Z વિગત

Published By: Sanjay Vibhakar

Last Updated: 09:46 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સેમી ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ મેચની 30 મિનિટ પહેલા એટલે કે બપોરે 1 વાગ્યે થશે.

  • ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ
  • અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે
  • ટીમના સ્ટાર યુવા ખેલાડી મુશીર ખાન ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે

અંડર-19 વર્લ્ડ કપ 2024 હવે તેના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. મંગળવારે, 6 ફેબ્રુઆરીના રોજ આ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેનોનીના વિલોમૂર પાર્કમાં રમવામાં આવશે. આજની મેચ બાદ સ્પષ્ટ થશે કે અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ કોણ હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમોએ સેમિફાઇનલ મેચ માટે જોરદાર તૈયારીઓ કરી લીધી છે. 

મેચ ક્યારે અને ક્યાં રમાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ મંગળવારે 6 ફેબ્રુઆરીએ બેનોની વિલોમૂર પાર્ક ખાતે રમાશે.

કયા સમયે શરૂ થશે મેચ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સેમી ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. ટોસ મેચની 30 મિનિટ પહેલા એટલે કે બપોરે 1 વાગ્યે થશે.

તમે સેમિ-ફાઇનલ ક્યાં જોઈ શકો છો
તમે સ્ટાર સ્પોર્ટ્સ 1 અને સ્ટાર સ્પોર્ટ્સ સિલેક્ટ પર ICC અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ જોઈ શકો છો. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar પર પણ કરવામાં આવશે.  

ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે
અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે. ગ્રુપ સ્ટેજથી લઈને સુપર-6 સુધી કોઈ પણ ટીમ ટૂર્નામેન્ટમાં ભારતને હરાવી શકી નથી. આ ટૂર્નામેન્ટમાં ભારતે અત્યાર સુધી 5 મેચ જીતી છે. સુપર-6ની મહત્વની મેચમાં ટીમે ન્યુઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રનના અંતરથી હરાવ્યું હતું. આ સમયે ભારતીય ટીમ પૂરા ઉત્સાહમાં છે. ભારતના આ પ્રદર્શનને જોતા આશા છે કે ટીમ ઈન્ડિયા, દક્ષિણ આફ્રિકા સામે પણ શાનદાર પ્રદર્શન કરીને સેમીફાઈનલને પોતાના નામે કરશે. 

વાંચવા જેવું: ભારતીય ટીમને 9 દિવસનો બ્રેક... બાકીની 3 મેચોને લઇ આજે થઇ શકે છે મોટું એલાન, આ બે દિગ્ગજોની થશે વાપસી!

મુશીર ખાન
ભારતીય ટીમના બેટ્સમેનો આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં ખાસ કરીને ટીમના સ્ટાર યુવા ખેલાડી મુશીર ખાન ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટમાં મુશીરે 5 મેચમાં 2 સદી અને 1 અડધી સદીની મદદથી 334 રન બનાવ્યા છે. સાઉથ આફ્રિકા સામેની સેમીફાઈનલ મેચમાં પણ દરેકને મુશીર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. જો આ મેચમાં મુશીરનું બેટ કામ કરશે તો ભારતની જીત લગભગ નિશ્ચિત બની જશે. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ ખાન છે. જેને હાલમાં જ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમની ટેસ્ટ ટીમમાં જગ્યા મળી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket IND vs SA semifinal ક્રિકેટ સેમિફાઇનલ IND vs SA

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ