ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / first meteor storm in 20 years is coming on earth

OMG! / પૃથ્વી પર આવી રહ્યું છે મહાસંકટ! 20 વર્ષમાં પ્રથમ વાર આ દિવસે આવશે ઉલ્કાપિંડોનું તોફાન, જાણો ક્યારે

Published By: Dhruv

Last Updated: 07:13 PM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મે મહિનાના અંતમાં એટલે કે તારીખ 30મી અથવા 31મીએ પૃથ્વી પર ઉલ્કાપિંડોનું વાવાઝોડું ત્રાટકશે.

ADVERTISEMENT

  • 20 વર્ષ બાદ પૃથ્વી પર આવશે વધુ એક આફત
  • 30મી અથવા 31મીએ ઉલ્કાપિંડોનું વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે
  • આ વાવાઝોડાને Tau Herculids નામ આપવામાં આવ્યું

20 વર્ષ બાદ પૃથ્વી પર વધુ એક આફત આવવા જઇ રહી છે. ધરતી પર 20 વર્ષ બાદ ઉલ્કાપિંડોનું વાવાઝોડું ત્રાટકશે. જો કે, વૈજ્ઞાનિકો હજી સુધી એ નથી જાણી શકતા કે આ ઘટના બનશે કે નહીં. પરંતુ ઉલ્કાઓ આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું ખરેખર આ ઉલ્કાપિંડ ધરતી પર ટકરાશે કે પછી આકાશમાં જ તે ફટાકડાની જેમ ફૂટી જશે.

30મી અથવા 31મીએ ઉલ્કાપિંડોનું વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે

જણાવી દઇએ કે, મે મહિનાના અંતમાં એટલે કે તારીખ 30મી અથવા 31મીએ ઉલ્કાપિંડોનું વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે. વૈજ્ઞાનિકો પણ આ બાબતને લઇને હજુ સુધી અસમંજસમાં છે પરંતુ હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ શકી કે ઉલ્કાપિંડો વરસશે કે પછી તોફાન આવશે. કારણ કે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ઉલ્કાપિંડો ધરતી પર આવશે એ જાણવું હજુ સરળ છે. પરંતુ તે વચ્ચે દિશા અને સ્થિતિ બદલી નાખે છે, આથી એના વિશે વધારે કંઇ પણ કહેવું મુશ્કેલ છે.

ઉલ્કાપિંડોના આ વાવાઝોડાને તાઉ હર્ક્યુલિડ્સ (Tau Herculids) નામ આપવામાં આવ્યું છે. તે સૌ પ્રથમ 1930માં મે મહિનામાં જાપાનના ક્યોટોમાં ક્વાસન ઓબ્ઝર્વેટરી દ્વારા જોવામાં આવ્યું હતું. તે માત્ર ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં રહેતા લોકોને જ દેખાશે. આને ત્યારે જ જોઇ શકાશે કે જ્યારે આકાશમાં ગાઢ અંધકાર હોય અને દ્રષ્ટિ સ્પષ્ટ હોય. એટલે કે, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ના હોવું જોઈએ. જો આમ થશે તો તમે 30 મે અને 31 મેની રાત્રે આકાશમાં ઉલ્કાપિંડોનો વરસાદ જોઈ શકશે.

30 અને 31 મેના રોજ તાઉ હર્ક્યુલસ ઉલ્કાપિંડોનો તોફાની વરસાદ થશે

આ બંને દિવસોએ રાત્રે ઉલ્કાપિંડોના તોફાન સાથે તમને તેજસ્વી પ્રકાશવાળા કેટલાંક ઝબકારા પણ જોવા મળશે. આમ તો આ વર્ષે એક નજારો આ સપ્તાહે પણ જોવા મળી શકે છે. પરંતુ આ તોફાન નથી, માત્ર વરસાદ છે. આ અઠવાડિયે દેખાતી ઉલ્કાપિંડોનું નામ એટા એક્વેરિડ (Eta Aquarids) છે. જો કે, આવતા વર્ષે તેને જોવાની વધુ મજા આવશે, કારણ કે પછી તેઓ વધુ સંખ્યામાં આકાશી આતશબાજી કરશે.

મીટિયોર શૉવરને જેનિથ ઑવર્લી રેટ (ZHR) દ્વારા માપવામાં આવે છે. શ્રેષ્ઠ ઉલ્કાના વરસાદને 100 ZHR બિંદુ પર ગણવામાં આવે છે. ખૂબ જ ઓછાં અને દુર્લભ એવાં પ્રસંગો હોય છે કે જ્યારે આ સંખ્યા 1000ને પાર કરી જાય છે. જો સંખ્યા 1000 અથવા તો તેનાથી ઉપર જાય તો તેને ઉલ્કાપિંડોનું તોફાન કહેવામાં આવે છે. અગાઉ આવું તોફાન વર્ષ 2001/2002માં લિયોનિડ તોફાન (Leonid Storm) હતું.

1833 માં લિયોનિડ તોફાન આવ્યું હતું

1833 માં લિયોનિડ તોફાન આવ્યું હતું. જેનું એક પેઇન્ટિંગ પણ મળી આવે છે. જેમાં કેટલાંક લોકો એક ગામમાં દેખાય છે અને તેઓની ઉપર ઉલ્કાપિંડોનું તોફાન દર્શાવવામાં આવ્યું છે. ઉલ્કાપિંડોનો નજારો ત્યારે જોવા મળ્યો કે જ્યારે પૃથ્વીના વાયુમંડળ સાથે અવકાશની ધૂળ અને પથ્થર અથડાય છે. જ્યારે તે બળે છે ત્યારે એવું લાગે છે કે જાણે કે ઉલ્કાઓનો વરસાદ થઇ રહ્યો હોય એટલે કે આકાશી ફટાકડા.

સંકળાયેલા મુદ્દાઓ

First Meteor Storm in 20 Years Meteor Storm Scientists predict meteorites Meteor Storm

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ