ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ધોરણ-12 બોર્ડ પરીક્ષામાં પ્રથમ કોપી કેસ નોંધાયો
Last Updated: 11:02 PM, 28 February 2026
ADVERTISEMENT
અમદાવાદમાં ચાલી રહેલી ધોરણ-12 બોર્ડ પરીક્ષાઓ દરમિયાન પ્રથમ કોપી કેસ નોંધાતા શિક્ષણ તંત્રમાં ચકચાર મચી ગઈ છે. ધોરણ-12ના રસાયણ વિજ્ઞાનના પેપર દરમિયાન એક વિદ્યાર્થિની મોબાઈલ ફોન સાથે રંગેહાથ ઝડપાઈ હતી.
ADVERTISEMENT
આ ઘટના શહેરની અંકુર શાળા પરીક્ષા કેન્દ્ર ખાતે બની હતી. માહિતી અનુસાર સુપરવાઈઝર દ્વારા કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન વિદ્યાર્થિની પાસે મોબાઈલ મળ્યો હતો. તપાસ કરતા જણાયું કે તે પરીક્ષા દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી કોપી કરવાનો પ્રયાસ કરી રહી હતી.

ADVERTISEMENT
તાત્કાલિક કાર્યવાહી કરતાં પરીક્ષા નિયામકોએ વિદ્યાર્થિની સામે કોપી કેસ નોંધ્યો છે તેમજ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના નિયમો મુજબ હવે આગળની શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ સાઉદી એરપોર્ટ પર ગુજરાતીઓ મુશ્કેલીમાં, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની સરકારને અપીલ
ADVERTISEMENT
આ ઉપરાંત, ફરજમાં બેદરકારી દાખવવાના આરોપસર ખંડ નિરીક્ષકને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બોર્ડ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે અને દોષિત સામે કડક પગલાં લેવામાં આવશે. શહેરમાં બોર્ડ પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે વધારાની ચેકિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.