ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આને 'ફાયર થેરેપી' (Fire therapy) કહેવામાં આવે છે. ચીનમાં અનેક બીમારીઓની સારવાર માટે ફાયર થેરેપી અપનાવવામાં આવે છે. આ વિધિ દ્વારા લોકોની સારવાર કરનારા 'ઝાંગ ફેંગાઓ' પોતાનાં કામ માટે ખૂબ લોકપ્રિય છે.
ADVERTISEMENT
ચીન (China) માં કેટલાંક લોકો ફાયર થેરેપીને કંઇક ખાસ રીતની સારવાર માને છે. જેનાંથી તણાવ, હતાશા, અપચો અને વંધ્યત્વથી લઇને કેન્સર સુધીની સારવાર સંભવ માનવામાં આવે છે. ઝાંગ ફેંગાઓ બીજિંગનાં એક નાના એપાર્ટમેન્ટમાં આ અનોખી રીતે લોકોની સારવાર કરે છે.
ADVERTISEMENT
એક વેબસાઇટ અનુસાર, પહેલા દર્દીની પીઠ પર ઔષધિઓથી બનેલો એક લેપ લગાવવામાં આવે છે અને પછી તેને એક રૂમાલથી ઢાંકી દેવામાં આવે છે. પછી તેની પર પાણી અને આલ્કોહોલનો છંટકાવ કરવામાં આવે છે અને દર્દીનાં શરીરમાં આગ લગાવવામાં આવે છે. ફેંગાઓ બીમારીઓની સારવાર આવી જ રીતે કરે છે.
ADVERTISEMENT
સારવારની આ રીત ચીનની પ્રાચીન માન્યતાઓ પર આધારિત છે જે અનુસાર શરીરમાં ગરમી અને ઠંડકની વચ્ચે સામંજસ્ય બેસાડવા પર જોર આપ્યું છે. ઝાંગ ફેંગાઓનાં અનુસાર શરીરનાં ઉપરનાં ભાગને ગરમ કરીને અંદરની ઠંડક દૂર કરવામાં આવે છે. ફાયર થેરેપીને લઇને અનેક સવાલો પણ ઉભા થાય છે. જેમાં મહત્વનું છે કે સારવાર કરનારાઓની પાસે સર્ટિફિકેટ છે કે નહીં.
ADVERTISEMENT
સારવાર દરમ્યાન જો કોઇ દુર્ઘટના ઘટે તો તેનાંથી બચવા માટે શું કોઇ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે કે કેમ? આ મામલે ફેંગાઓનું કહેવું એમ છે કે અનેક વાર લોકોને ઇજા પણ થઇ છે, અનેક વાર દર્દીઓનાં ચહેરા અને શરીરનાં કેટલાંક ભાગો પણ દાઝી ગયા છે પરંતુ તે સારવાર બરાબર થવાને કારણે મોટી દુર્ઘટના થતા ટળી જાય છે. મેં અનેક લોકોને સારવાર શીખવાડી છે પરંતુ હજી સુધી કોઇ જ દુર્ઘટના નથી ઘટી.
સંકળાયેલા મુદ્દાઓ