બ્રેકિંગ ન્યુઝ
દિલ્લી પોલીસે આમ આદમી પાર્ટીના વિરિષ્ઠ નેતાઓ સૌરભ ભારદ્રાજ , સંજય ઝા, અને આદિલ અહમદ સામે ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર ફરિયાદ કરવામાં આવી છે. આ મામલો ખ્રિસ્તી સમુદાયના પવિત્ર પ્રતીક સાંતા ક્લોઝના અપમાન સાથે જોડાયેલો છે. FRI એડવોકેટ ખુશ્બુ જોર્જની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ફરિયાદ અનુસાર આ વિવાદ 17 અને 18 ડિસેમ્બર 2025 ના રોજ નેતાઓના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર થયા બાદ વિવાદ શરૂ થયો હતો.
આ વીડિયો દિલ્લીમાં આયોજીત કનોટ પ્લેસમાં રાજનીતિક સ્કિટનો ભાગ હતો. આરોપ છે કે વીડિયોમાં ખ્રિસ્તી ધર્મના સ્મ્માનિત ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીક સાંતા ક્લોઝને ખુબ જ મજાકીયા અંદાજ અને અપમાનજનક રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વીડિયોમાં આપતિજનક રજૂ કરવાનો આરોપ
ફરિયાદ કરનારનું કહેવું છે કે વીડિયોમાં સાંતા ક્લોઝને રોડ પર બેહોશ થઈને પડેલા બતાવામાં આવ્યા છે. તેમને એક ધાર્મિક વ્યક્તિત્વ બતાવવાને બદલે રાજનીતિક સંદેશ આપવા માટે એક વસ્તુની જેમ ઉપયોગ કરવામા આવ્યો છે. વીડિયોમાં એક સાઈડ સાંતા ક્લોઝને નકલી CPR આપતા દેખાડવામાં આવ્યા છે. જેનાથી ખ્રિસ્તીઓ સેન્ટ નિકોલસ અને નાતાલની પવિત્રતાની મજાક માને છે
ADVERTISEMENT

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોચાડાનો પ્રયાસ
ADVERTISEMENT
પ્રાથમિક માહિતીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ કૃત્ય જાણી જોઈને અને દુર્ભાવનાપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. વિશેષ રૂપથી ક્રિસમસ પહેલા આવો વીડિયો શેર કરવો એ ખ્રિસ્તી ધર્મ પ્રતિ અનાદર દર્શાવે છે. ખ્રિસ્તી સમુદાયનું માનવું છે કે રાજનીતિક લાભ માટે એક પવિત્ર પ્રતીકની આવી જાહેર મજાક તેમના ધર્મનું ગંભીર અપમાન છે.
વધુ વાંચો: રણુજાના દર્શન કરીને પાછા ફરી રહેલાં બનાસકાંઠાના પરિવારને અકસ્માત, બે મહિલાના મોત
ADVERTISEMENT
દિલ્લી પોલીસે કરી કાર્યવાહી.
દિલ્લી પોલીસે આ મામલાની ગંભીરતાથી લઈને BNSની કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ અનુસાર સાર્વજનીક રીતે કોઈના ધાર્મીક પ્રતિકનું અપમાન કરવું અથવા મજાક ઉડાવવી તે એક મોટો ગુન્હો છે. પોલીસે જણાવ્યું કે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી અને સાર્વજનીક વ્યવસ્થા બગાડવાના પ્રયાસના આધાર પર ગુનો નોંધવામાં આવ્યો છે. ડિજિટલ પુરાવા અને સોશિયલ મીડિયા પોસ્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.