બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / અમદાવાદના સમાચાર / Filmfare 2025: શાહરૂખ ખાને એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રીની બચાવી લાજ, જો ન હોત તો કપડા...

જેન્ટલમેન / Filmfare 2025: શાહરૂખ ખાને એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રીની બચાવી લાજ, જો ન હોત તો કપડા...

Published By: Krutarth Joshi

Last Updated: 12:18 AM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film fare award સુપરસ્ટાર શાહરૂખ ખાન જ્યાં પણ હોય, ત્યાં સૌનું ધ્યાન તેના પર જ હોય છે. હાલમાં, સુપરસ્ટાર અમદાવાદ, ગુજરાત ખાતે 70 મા ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહનું હોસ્ટિંગ કરી રહ્યા છે. આ સમારોહ માટે સમગ્ર બોલિવૂડ ગુજરાતમાં એકત્ર થયું છે.

Film fare award : 70 માં ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતના અમદાવાદમાં શરૂ થઈ ચુક્યાં છે. આ વખતે શાહરૂખ ખાન આ સમારોહનું હોસ્ટિંગ કરી રહ્યો છે. ફિલ્મફેર એવોર્ડ્સના વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક વીડિયોમાં કિંગ ખાન ફરી એકવાર પોતાના અંદાજ માટે સમાચારમાં આવ્યો છે.

શાહરૂખે ફરી એકવાર જીતી લીધું દિલ

સુપરસ્ટાર શાહરૂખ ખાન જ્યાં પણ હોય, ત્યાં સૌનું ધ્યાન તેના પર જ હોય છે. હાલમાં, સુપરસ્ટાર અમદાવાદ, ગુજરાત ખાતે 70 મા ફિલ્મફેર એવોર્ડ્સ સમારોહનું હોસ્ટિંગ કરી રહ્યા છે. આ સમારોહ માટે સમગ્ર બોલિવૂડ ગુજરાતમાં એકત્ર થયું છે. ફિલ્મફેર એવોર્ડ્સના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રેન્ડ થઇ રહ્યા છે. ફિલ્મફેરે કિરણ રાવની "લાપતા લેડીઝ" અને કરણ જોહરની "કિલ" ફિલ્મે બાજી મારી છે. આ દરમિયાન, "લાપતા લેડીઝ" માં ફૂલ કુમારીનું પાત્ર નિભાવનારી નિતાંશી ગોયલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તે સ્ટેજ પર લપસી પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કિંગ ખાન, શાહરૂખ ખાન તેને પડતી બચાવવા માટે દોડ્યો હતો.

આ પણ વાંચોઃ ચૂંટણી લડવાની અટકળો વચ્ચે પવન સિંહને લઇ મોટા સમાચાર, કહ્યું 'હું સમાજને...'

નિતાંશી ગોયલ માંડ માંડ બચી

એવોર્ડ સમારોહમાં, નિતાંશી ગોયલને લાપતા લેડીઝ માટે બેસ્ટ ફિમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. જેમ જેમ નિતાંશી એવોર્ડ લેવા માટે સ્ટેજ પર ચડી રહી હતી ત્યારે તેના કપડા અને હીલનાં કારણે તેને પરેશાની થઇ રહી હતી. એક તબક્કે તો તે લડખડાઇ પણ હતી. જેથી તત્કાલ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેનો હાથ પકડવા માટે દોડ્યો હતો. એવોર્ડ લેવા માટે સીડી પર ચઢતી વખતે, તેના ગાઉનના કારણે તેણે સંતુલન ગુમાવ્યું હતું. જેના કારણે તે પડે તેવી સ્થિતિ પેદા થઇ હતી. જોકે, કિંગ ખાને તેને સંભાળી લીધી હતી. જેવી નિતાંશી સ્ટેજ પર પહોંચી, સુપરસ્ટાર પણ તેના ગાઉનનો ટ્રેલ એડજસ્ટ કરતો જોવા મળ્યો હતો.

શાહરૂખ ખાને નિતાંશીને બચાવી

નિતાંશી પડતી તો શાહરૂખે અટકાવી દીધી હતી. જો કે તે પડવાની સ્થિતિમાં આવી ગઇ હતી જેથી તે થોડી ગભરાઈ ગઈ હતી. જો કે શાહરુખ ખાને ન માત્ર તેને પડતા અટકાવી પરંતુ તેનો આત્મવિશ્વાસ ન ઘટે તે માટે તેને પ્રોત્સાહન પણ આપ્યું હતું. તેણે અભિનેત્રી ફરીથી આવી સ્થિતિ ન સર્જાય તે માટે તેનું ગાઉન પકડીને તેની પાછળ ચાલતો જોવા મળ્યો હતો. જેના કારણે ફરી એકવાર સુપર સ્ટારના ચાહકો તેના દિવાના બન્યા હતા. હાલ તો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તમામ લોકો શાહરૂખ ખાનનાં વખાણ કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

laapataa ladies phool kumari Shah rukh Khan nitanshi goel Film fare award

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ