બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Fighter kissing scene in airforce uniform was offensive says wing commander of Assam
ADVERTISEMENT
ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ મુશ્કેલીમાં અટવાઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ બંને સ્ટાર્સની ફિલ્મ ફાઈટર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. જ્યારે બીજી તરફ બંનેનો ફિલ્મમાં કિસિંગ સીન વિવાદનો વિષય બન્યો છે. ફાઈટર મૂવીમાં એક સીન છે જેમાં એરફોર્સ યૂનિફોર્મમાં એક્ટર્સ એકબીજાને કીસ કરે છે. આ કિસિંગ સીનને લીધે હવે વિવાદ શરૂ થયો છે. અસામમાં પોસ્ટેડ ઈન્ડિયન એરફોર્સનાં વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આ સીન પર આપત્તિ પ્રગટ કરી છે. આ સાથે જ ફિલ્મની સ્ટારકાસ્ટને લીગલ નોટિસ પણ મોકલી છે.
ADVERTISEMENT
નોટિસ ફટાકારી
વિંગ કમાંડર સૌમ્યદીપ દાસે આ નોટિસ ઋતિક અને દીપિકા સિવાય ફિલ્મનાં ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની સામે પણ નોટિસ ફટકારી છે. ફાઈટર ફિલ્મ 25 જાન્યુઆરીનાં રિલીઝ થઈ હતી જેમાં ઋતિક અને દીપિકાની કેમેસ્ટ્રી જોવા મળી. બંને એરફોર્સનાં સૈનિકોનું પાત્ર ભજવી રહ્યાં છે જેમાં બંને એકબીજાને એક સીનમાં કીસ કરતાં દેખાય છે.
ADVERTISEMENT
નોટિસમાં શું કહેવામાં આવ્યું?
કિસિંગ સીનને લઈને વિંગ કમાન્ડરે કહ્યું કે,' ઋતિક અને દીપિકાએ એરફોર્સનાં યૂનિફોર્મનું અપમાન કર્યું છે. આ વરદી માત્ર કપડાનો ટુકડો નથી પણ દેશની રક્ષા, સમર્પણ અને અનુસાશનની નિશાની છે." વિંગ કમાન્ડરનાં નિવેદનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ કિસિંગ સીનને લઈને તેઓ નારાજ છે અને આ જ કારણોસર તેમણે બંને લીડ એક્ટર્સને નોટિસ મોકલી છે.
વધુ વાંચો: બકરાં-કૂતરાની બલી, ચામડાંથી માર, વેલેન્ટાઈનની અદ્દભૂત કથા, જેલરની પુત્રી સાથે પ્રેમમાં પડ્યાં
ADVERTISEMENT
રોમેંટિક એન્ગલ દેખાડવું ખોટું
આ સાથે જ વિંગ કમાન્ડરે કહ્યું કે "ફિલ્મમાં દેશની સેવા કરતાં જવાનોની કહાની દેખાડવામાં આવી છે. તેવામાં રોમેટિંગ એન્ગલ જોડવું ખોટું છે. " જો કે હજુ સુધી ફિલ્મની સ્ટારકાસ્ટ કે મેકર્સ તરફથી કોઈ રિએક્શન નથી આપવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.