ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દીકરીના લગ્ન પહેલાં પિતાનું અવસાન, હાઈવે ઉપર પશુ બચાવવા જતા રિક્ષા પલટી ગઈ

બનાસકાંઠા / દીકરીના લગ્ન પહેલાં પિતાનું અવસાન, હાઈવે ઉપર પશુ બચાવવા જતા રિક્ષા પલટી ગઈ

Published By: Vishal Khamar

Last Updated: 01:01 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના થરા-રાધનપુર રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પશુને બચવવા જતા રીક્ષા પલ્ટી ખાઈ જતા વિરમ ઠાકોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર માર્ગ અકસ્માતે શોકની લાગણી ફેલાવી દીધી છે. થરા–રાધનપુર હાઇવે પર બનેલી આ ગમખ્વાર ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

હાઇવે ઉપર પશુ બચાવવા જતા રિક્ષા પલટી ગઈ

મળતી માહિતી મુજબ, ઉદરગઢા તાલુકાના રહેવાસી વિરમ ઠાકોર પાટણથી ખરીદી કરીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર અચાનક એક પશુ આવી જતા તેને બચાવવાનો પ્રયાસ કરતાં તેમની રિક્ષા બેકાબૂ બની પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વિરમ ઠાકોરનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

દીકરીના લગ્ન પહેલા પિતાનું નિધન થતા પરિવારમાં શોક

આ દુર્ઘટનાએ પરિવારમાં શોકનું માહોલ સર્જી દીધો છે. સૌથી કરુણ વાત એ છે કે આવનારા 8 મેના રોજ તેમની દીકરીના લગ્ન નક્કી થયેલા હતા. લગ્નની ખુશીના માહોલ વચ્ચે અચાનક પિતાના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ પણ વાંચોઃ ઉમરેઠ પેટા ચૂંટણી : 13 રાઉન્ડ પછી ભાજપ 20818 મતથી આગળ, કોંગ્રેસના ભૃગુરાજ સિંહ ચૌહાણને 31542 મત મળ્યા

અકસ્માત સર્જાતા સ્થાનિક તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી

સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર હાઇવે પર વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news Banaskantha Banaskantha accident

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ