ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / અહીં નહીં ચાલે તમારો FATSAG પાસ, ઘરની બહાર નીકળતા પહેલા આ લિસ્ટ પર નજર મારી લેજો

તમારા કામનું / અહીં નહીં ચાલે તમારો FATSAG પાસ, ઘરની બહાર નીકળતા પહેલા આ લિસ્ટ પર નજર મારી લેજો

Last Updated: 12:34 PM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે એન્યુઅલ ફાસ્ટેગ પાસ બનાવ્યો હોય તો આ સમાચાર તમારા માટે છે. કેમ કે, આ એન્યુઅલ ફાસ્ટેગ પાસ દરેક હાઇવે પર માન્ય નહીં ગણાય. જો તમે મુસાફરી કરતા દરમિયાન એન્યુઅલ ફાસ્ટેગ પાસ પર જ નિર્ભર રહેશો તો તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો.

ADVERTISEMENT

આપણે જ્યારે નેશનલ હાઇવે પરથી વાહન લઈને પસાર થઈએ છીએ ત્યારે ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. બીજા રાજ્યમાં ટ્રાવેલિંગ કરતા વાહનચાલકોને પણ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. જેમાં અનેક વાહનો ટેક્સ ચૂકવવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરે છે. એવામાં 15 ઓગસ્ટ 2025 થી દેશમાં એન્યુઅલ ફાસ્ટેગ પાસ લાગુ કરાયું છે. જેનાથી ટોલ ટેક્સ ભરવાનું વધુ સરળ બન્યું છે. એન્યુઅલ ફાસ્ટેગ પાસ 1 વર્ષ માટે બને છે.

ઉલ્લેખનીય છે કે, એન્યુઅલ ફાસ્ટેગ માટે 3000 રૂપિયા ભરવા પડે છે. જે 200 ટ્રિપ અથવા 1 વર્ષ માટે વેલિડ હોય છે. તેમાંથી જે પણ પહેલા પુરુ થાય તે વેલિડ રહે છે. પરંતુ લોકોને થોડી અડચણ પડી રહી છે. કેમ કે, આ સિસ્ટમ દેશના દરેક હાઇવે અને એક્સપ્રેસવે પર માન્ય નથી. ત્યારે દેશના કયા હાઇવે અને એક્સપ્રેસવે પર એન્યુઅલ ફાસ્ટેગ પાસ કામ નહીં કરે? ચાલો તે વિશે જાણીએ.

  • એન્યુઅલ ફાસ્ટેગ પાસ આ જગ્યાએ નહીં કરે કામ?

દેશના સિલેક્ટેડ હાઇવે અને એક્સપ્રેસવે પર જ એન્યુઅલ ફાસ્ટેગ પાસ લાગુ થશે. તમને દરેક હાઇવે પર આ સુવિધા નહીં મળે. જો તે વિશે આપણે વાત કરવી હોય તો તેમાં યમુના એક્સપ્રેસવે, પૂર્વાંચલ એક્સપ્રેસવે, બુંદેલખંડ એક્સપ્રેસવે અને ઉત્તર પ્રદેશના આગ્રા-લખનૌ એક્સપ્રેસવેનો સમાવેશ થાય છે.

આ રીતે મહારાષ્ટ્રનો સમૃદ્ધિ મહામાર્ગ અને મુંબઈ-પુણે એક્સપ્રેસવે પણ તેના લિસ્ટમાં સામેલ છે. આ પાસનો ઉપયોગ ગોવાના અટલ સેતુ સહિત અન્ય હાઇવે પર પણ નહીં થઈ શકે. કેમ કે તે NHAIના કાર્યક્ષેત્રની બહાર છે,  આ દરેક સ્ટેટ હાઇવે છે. જ્યારે એન્યુઅલ પાસ માત્ર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI હેઠળના હાઇવે અને એક્સપ્રેસવે પર જ માન્ય છે.

વધુ વાંચો : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કરોડો ગ્રાહકોને ચેતવણી, આ ભૂલ કરી તો ખાતું તળિયા ઝાટક

  • ટોલ કેવી રીતે કાપવામાં આવશે?

એવામાં ઘણા લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે કે, જે એક્સપ્રેસવે અને હાઇવે પર એન્યુઅલ પાસ કામ નહીં કરે તો પછી ત્યાં ટોલ કેવી રીતે ભરવામાં આવશે? તો તેનો જવાબ છે કે, એન્યુઅલ ફાસ્ટેગ તમારા ફાસ્ટેગ એકાઉન્ટ સાથે લિંક હશે.  જ્યાં તે કામ નહીં કરે તે ટોલ પ્લાઝા પર તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાંથી પૈસા કાપવામાં આવશે. એવામાં જો તમે એવા રૂટ પર ટ્રાવેલ કરી રહ્યા હોવ જ્યાં સ્ટેટ હાઇવે અને નેશનલ હાઈવે બંને હોય તો ખાતરી કરો કે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં બેલેન્સ હોય. જો તમે માત્ર પાસ પર જ ડીપેન્ડ રહેશો તો તમે પ્રોબ્લેમમાં મુકાઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fastag State Highway Annual Pass
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ