બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Tech & Auto / facebook is using iphone's camera without permission, bug found
ADVERTISEMENT
ફેસબુકનો ઉપયોગ કરો છો તો તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર
જો તમે આઇફોન પર પણ ફેસબુકનો ઉપયોગ કરો છો તો તમારે ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે આઇફોનમાં યુઝર ફેસબુકની ટાઇમલાઇન સ્ક્રોલ કરે ત્યારે પણ બેકગ્રાઉન્ડમાં ફેસબુક તમારા ફોનનો કેમેરા ઓન કરી દે છે.જોશુઆ મેડક્સ નામના યુઝરે ટ્વિટર પર ફેસબુકના આ બગ કે ખામી અંગેનો વિડિયો પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
આ બગ આઇઓએસ 13.2.2 હોય તેવા આઇફોનમાં જોવા મળ્યો
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જોશુઆ ફેસબુકના ન્યૂઝ ફીડને સ્ક્રોલ કરે છે, જ્યારે ફોનનો કેમેરો પણ બેકગ્રાઉન્ડમાં ચાલુ છે અને વીડિયોમાં કેમેરામાં કેપ્ચર થતી કાર્પેટ દેખાઈ રહી છે. જોશુઆ કહે છે કે આ બગ આઇઓએસ 13.2.2 હોય તેવા આઇફોનમાં જોવા મળ્યો છે. જોકે જે આઇફોન યુઝર્સે આઇઓએસ અપડેટ નથી કર્યું અને હજુ પણ જેમના ફોનમાં આઇઓએસ 12 છે તેમાં આ પ્રોબ્લેમ હોવાનું જણાયું નથી.
કંપની તેની તપાસ કરી રહી છે અને આ બગ જલ્દીથી દૂર થઈ જશે
ADVERTISEMENT
બીજી તરફ, ફેસબુકે એક નિવેદનમાં કહ્યું છે કે તે ભૂલને કારણે થયું છે. ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ગાય રોઝને કહ્યું છે કે બગના કારણે આ સમસ્યા થઇ હોઇ શકે. કંપની તેની તપાસ કરી રહી છે અને આ બગ જલ્દીથી દૂર થઈ જશે. હાલ આ સમસ્યા હાલમાં ફક્ત આઇફોન પર જ જોવા મળી છે.હજુ સુધી કોઇ એન્ડ્રોઇડ ફોનમાં આવી સમસ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.