બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Excellent chance of wealth gain, feel peace in independent life, Happy Monday to the people of this zodiac sign, see today's horoscope
Dinesh
Last Updated: 07:15 AM, 11 December 2023
આજનું પંચાંગ
11 12 2023 સોમવાર
માસ કારતક
પક્ષ કૃષ્ણ
તિથિ ચૌદસ
નક્ષત્ર વિશાખા બપોરે 12.12 પછી અનુરાધા
યોગ સુકર્મા
કરણ વિષ્ટિ ભદ્રા
રાશિ વૃશ્ચિક (ન.ય.)
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને નવા રોકાણોમાં લાભની સંભાવના તેમજ પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય અને આર્થિક બાબતે સંભાળીને કામ કરવું, લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું
વૃષભ (બ.વ.ઉ.)
ધનલાભની ઉત્તમ સંભાવના અને સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે તેમજ અધિકારી વર્ગના આશીર્વાદ મળશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે અને પારિવારિક જીવન આનંદમય રહેશે તેમજ ખોટા માણસો સાથે સમય વેડફવો નહીં, અનુભવી પાસેથી શીખેલું કામ લાગશે
કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો અને પરિવારના સભ્યોથી પરેશાની જણાશે તેમજ લાઈફ પાર્ટનર સાથે વિવાદની સંભાવના અને આર્થિક સંકડામણનો અનુભવ થશે
સિંહ (મ.ટ.)
ઘરેલું જીવનમાં શાંતિ જણાશે અને કરેલા રોકાણો લાભદાયી નીવડશે તેમજ કામકાજ માટે યાત્રા થવાની સંભાવના, ધંધામાં ધનલાભ અને પ્રગતિ જણાશે
કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના અને જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે તેમજ ધર્મ આદ્યાત્મિકતામાં રૂચી વધશે તેમજ નોકરીયાતને સારો સહયોગ મળશે
તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનિની સંભાવના અને પારિવારીક બાબતોમાં શાંતિ જણાશે તેમજ નોકરીયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, વિદ્યાર્થીઓ માટે સારો સમય છે
વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે અને કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે તેમજ ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો અને વ્યવસાયિક-પારિવારીક સમસ્યા રહેશે તેમજ માન-સન્માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, આવક-જાવક સમાંતરે જળવાઈ રહેશે
મકર (ખ.જ.)
પારિવારીક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે તેમજ તબિયત બાબતે કાળજી રાખવી અને મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થશે અને નજીકના સુખનું જ ધ્યાન કરો
કુંભ (ગ.સ.ષ.શ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે અને વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે તેમજ રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે અને નવા સંબંધોમાં વૃદ્ધિ થશે
મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે અને પારિવારિક વૈચારિક મતભેદ રહેશે તેમજ ધન,પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે
શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9.06 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7.30 થી 9.00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.