બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ex MLA entry BJP, Major breakdown in Amreli, Porbandar Congress
Last Updated: 04:59 PM, 9 March 2024
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકિય માહોલ ગરમાયો છે. એક તરફ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા રાજ્યમાં ફરી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસ તુટી રહી છે જેને લઇને અનેક સવાલો ઉઠ્યા છે. કોંગ્રેસ કોના સહારે લોકસભા બેઠકો જીતશે તેવા સવાલો હાલ તો ચર્ચાઇ રહ્યા છે. આજે આણંદ, અમરેલી અને પોરબંદર જિલ્લાના કોંગ્રેસના નેતાઓએ રાજીનામા આપી કોંગ્રેસનો સાથ છોડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આણંદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે. જ્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યુ છે. સાવરકુંડલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનુ ડાવરાએ રાજીનામુ ધરી દીધુ છે. તેઓ અયોધ્યા રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી નારાજ હતા. તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ અંબરીષ ડેર પક્ષ છોડી ચુક્યા છે.અંબરીશ ડેર બાદ અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું તૂટવાનું યથાવત રહ્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા પોરબંદર જિલ્લામાં પણ કોંગ્રેસ તૂટી છે. પોરબંદર જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. આ બંને અર્જુન મોઢવાડીયા જૂથના કહેવાય છે. જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરા, શહેર પ્રમુખ અતુલ કારીયાએ રાજીનામુ આપી કોંગ્રેસને રામ રામ કર્યા છે. તેમની સાથે જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે. આ તમામ હોદ્દેદારો આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
પક્ષ દ્વારા અવગણના કરવામાં આવતા કોંગ્રેસ છોડી હોવાના કાર્યકરો અને હોદ્દેદારોએ આક્ષેપ કર્યા હતા. લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં રાજકિય પક્ષો લાગ્યા છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માટે કપરી સ્થીતી છે. ત્યારે ભાજપ ગુજરાતમાં વધુ વધુ મજબૂત સ્થિતિમાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.