ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પાદરાના આ જોડીયા ભાઇઓ છે એટલા સમાન કે આઇફોન પણ ખાઇ જાય છે થાપ, એકબીજાના ફેસઆઇડીથી અનલોક થઇ જાય છે ફોન
Last Updated: 11:50 AM, 9 June 2025
ADVERTISEMENT
પાદરા તાલુકામાં બે જુડવા ભાઈઓની દુર્લભ કહાની સામે આવી છે જેમાં હાઈ સિક્યુરિટીમાં આવતો આઇફોન પણ બન્ને ભાઇઓમાંથી કોણે તેને લોક કર્યો હતો તે ઓળખવામાં થાપ ખાઇ જાય છે. અને બન્ને ભાઈઓ પોત-પોતાના આઇફોન એક બીજાના ફેસઆઇડથી ખોલી શકે છે.
ADVERTISEMENT
અત્યાર સુધી આપણે જુડવા ભાઇઓની ઘણી ફિલ્મો જોઇ હશે, જેમાં એક જ અભિનેતાના ડબલ રોલ હોય, બન્ને ભાઇઓના સમાન ચહેરાને કારણે કેટલી ગરબડ ઉભી થાય તેને પણ ઘણી ફિલ્મોમાં ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવેલું છે.. રામ ઓર શ્યામ, સીતા ઓર ગીતા, કિશન કનૈયા અને બીજી ઘણી ફિલ્મોમાં આવું દર્શાવાયું છે.. પરંતુ આજે જે વાત અમે કરવા જઇ રહ્યા છીએ તે કોઇ ફિલ્મની નહીં પરંતુ વાસ્તવિક દુનિયાની છે.
વાત છે પાદરના બે જોડીયા ભાઇઓની.. જેમના સમાન દેખાવ કોઇને પણ ચકરાવે ચઢાવે છે. તેમનો માત્ર ચહેરોજ સમાન નથી.. હાઇટ પણ સરખી જ છે..શરીરનો બાંધો પણ સરખો જ છે.. અને વાળની સ્ટાઇલ પણ બન્નેની એક જ જેવી છે.
ADVERTISEMENT
પાદરા તાલુકાના મુવાલ ગામની આ વાત છે, આ બન્ને ભાઇઓના નામ છે કર્તવ્ય પરમાર અને કીર્તન પરમાર. દુનિયામાં જોડીયા બાળકોના જન્મની ટકાવારી 6 ટકા છે. તેમાં પણ માત્ર 1 ટકા જોડીયા બાળકો એવા હોય છે જેમની આંખોની કિકી પણ સમાન હોય છે અને આ એક ટકામાં શામેલ છે પાદરાના આ જોડીયા ભાઇઓ.. દુનિયાનો સૌથી સુરક્ષિત ગણાતો ફોન આઇફોન પણ બન્ને ભાઇઓની કીકીમાં ભેદ નથી કરી શકતો અને બન્ને ભાઇઓએ પોત-પોતાના ફેસ આઇડીથી લોક કરેલા ફોન એકબીજાના ફેસથી ખુલી જાય છે.
આ પણ વાંચોઃ પોલીસને જોઇ તાપી નદીમાં માર્યો ભુસકો, પાણીમાં તરીને ઝાડીમાં સંતાયો, પછી પોલીસે આ રીતે પકડ્યો
ADVERTISEMENT
આનાથી પણ વધારે વાત એ છે કે આ બંને ભાઈઓ જન્મથી શરીરમાં મોનોઝાઇકોટિક સેલ ધરાવે છે જેનાથી તેઓ જુડવા ની સાથે સાથે બંનેને લાગણીઓ, વિચાર, અનુભૂતિ, પણ એક સરખી જ આવે છે , બન્ને ભાઈઓ ક્યાંક કોલેજ જાય તો પણ કોલેજમાં શિક્ષક માટે તેમને ઓળખવા મુશ્કેલ બને છે ક્યાંક સરકારી કચેરી ખાતે ફોર્મ ભરવા ગયા હોઈ ત્યાં કર્મચારીઓને પણ તેમને ઓળખવા મુશ્કેલ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ