બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Even at the age of 50 Sachin's mighty run scored at a strike rate of 168
Last Updated: 10:51 PM, 18 January 2024
ADVERTISEMENT
બેંગાલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બુધવાર 17 જુલાઈની રાત ભારત અને અફગાનિસ્તાના ટી-20 મેચના ફેન્સનું જબરદસ્ત મનોરંજન કર્યું. પહેલી વખત ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સતત 2 સુપર ઓવર જોવા મળી. જેના પર રોહિત શર્માએ શાનદાર સદી જમાવી અને અંતે જીત પણ ટીમ ઈન્ડિયાના ખાતામા આવી હતી અને ફેન્સને ખુશ કરવા માટે આટલુ જ કાફી ન હતું કે આગળના દિવસે એટલે કે ગુરૂવારે સૌથી ફેવરિટ અને મહાન બેટ્સમેન સચિન તેંડુલકર પણ ક્રિકેટ પિચ પર વાપસી કરી અને 50ની ઉંમરમાં પણ પોતાનો કમાલ દેખાડીને મહેફિલ લુંટી લીધી હતી.
God of cricket superstar Sachin Tendulkar played the One World One family cup match.#OWOF #OWOFCup #sachin #SachinTendulkar #BBK10 #Cricket #CricketTwitter
— Sid_tweets🏏⚽️🏸🏑 (@sportysid18) January 18, 2024
pic.twitter.com/vReh03wfJX
ADVERTISEMENT
10 વર્ષ પહેલા ક્રિકેટમાંથી સન્યાસ લેનાર સચિન તેંડુલકર છેલ્લા ઘણા વર્ષોથી ક્યારેક ક્યારેક મેદાન પર આવીને રમતા જોવા મળ્યા હતા. એમાં પણ છેલ્લા 2 વર્ષમાં તો તે મેદાન પર જોવા જ મળ્યા ન હતા. એવામાં 18 જાન્યુઆરીની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કારણ કે શ્રી સાઈ મધુસુદન સાઈ ગ્લોબલ હ્યુમૈનિટેરિયન મિશન તરફથી વન વર્લ્ડ વન ફેમેલી કપ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સચિન તેંડુલકર સહિત ભારત અને દુનિયાભરના ફેમસ પૂર્વ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
સચિને બતાવ્યો હતો ઓલરાઉન્ડર અવતાર
આ મેચ માટે 50 વર્ષની ઉંમરના સચિને મેદાન પર વાપસી કરી હતી. સચિનને જોવા માટે સૌ કોઈ ઉત્સુક હતા અને દિગ્ગજ ભારતીય ખેલાડીએ કોઈને નિરાશ કર્યા ન હતા. દરેક લોકોને આશા હતી કે સચિન પોતાની બેટીંગનો જલવા દેખાડશે અને સચિને તે કરી દેખાડ્યું. પરંતુ માસ્ટર બ્લાસ્ટર સચિને ફેન્સને બોનસ ખુશીના રૂપમાં બોલીંગનો નજારો પણ દેખાડ્યો હતો.. સચિને આ મેચમાં 2 ઓવરમાં 23 રન કર્યા અને એક વિકેટ લીધી હતી.
3 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો
ADVERTISEMENT
આટલું જ નહીં તેને યુવરાજ સિંહનો કેચ પણ લીધો હતો. જે બાદ સચિને પોતાની બેટિંગનો જલવા દેખાડ્યો હતો અને માત્ર 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. તેમને આ રન 168.8ની જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બનાવ્યા હતા જેમાં તેને પોતાના બેટથી 3 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો હતો. સચિનને સ્પિનર મુથૈલા મુરલીધરને આઉટ કર્યો હતો.
વધુ વાંચો :પહેલી સુપરઓવરમાં રોહિત શર્મા રિટાયર્ડ, તો બીજીમાં ફરી કઈ રીતે કરી બેટિંગ? જાણો શું છે નિયમ
ADVERTISEMENT
સિક્સર ફટકારીને ટીમને 6 વિકેટે જીત અપાવી
મેચની વાત કરીએ તો સચિનની ટીમ આ મેચ જીતી હતી. સચિન વન વર્લ્ડ ટીમની કમાન સંભાળી રહ્યો હતો જ્યારે વન ફેમિલી ટીમની કમાન યુવરાજ સિંહના હાથમાં હતી. યુવરાજની ટીમે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. જ્યારે તેના જવાબમાં સચિનની ટીમે છેલ્લી ઓવરના પાંચમા બોલ પર 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય મેળવ્યો હતો.. સચિનની ટીમને 2 બોલમાં 3 રનની જરૂર હતી અને ઈરફાન પઠાણે પોતાના મોટા ભાઈ યુસુફ પઠાણના બોલ પર શાનદાર સિક્સર ફટકારીને ટીમને 6 વિકેટે જીત અપાવી હતી..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.