બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'એ તોડી દીધા બધા રેકોર્ડ, બોક્સ ઓફિસ પર આવો કમાલ કરનાર બની ત્રીજી ફિલ્મ

મનોરંજન / વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'એ તોડી દીધા બધા રેકોર્ડ, બોક્સ ઓફિસ પર આવો કમાલ કરનાર બની ત્રીજી ફિલ્મ

Last Updated: 10:28 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhaava Box Office Collection: વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'એ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધી છે. તેણે સ્થાનિક બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કરીને ગદર 2ને પાછળ છોડી દીધી છે.

વિક્કી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'છાવા'એ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધી છે. 14 ફેબ્રુઆરી, 2025 ના રોજ દેશભરમાં રિલીઝ થયેલી આ ફિલ્મ વર્ષનો મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક હતી. રિલીઝ પછી, 'છાવા' એ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં હવે આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 'ગદર 2' જેવી ફિલ્મોના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે અને જોરદાર બિઝનેસ કર્યો છે. 'પુષ્પા 2' અને 'સ્ત્રી 2' પછી સૌથી વધુ કમાણી કરનારી આ ત્રીજી ફિલ્મ બની ગઈ છે.

છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મ 'છાવા' એ ભારતીય બોક્સ ઓફિસ પર 600 કરોડનો બિઝનેસ કરી લીધો છે. 'પુષ્પા 2' અને 'સ્ત્રી 2' પછી, ભારતમાં આ આંકડા સુધી પહોંચનારી આ ત્રીજી હિન્દી ફિલ્મ બની ગઈ છે. એટલું જ નહીં, આ ક્લબનો હિસ્સો બનનારી પહેલી નોન-સિક્વલ હિન્દી ફિલ્મ પણ બની ગઈ છે. જણાવી દઈએ કે 'સ્ત્રી 2'નું લાઇફટાઇમ કલેક્શન 627.02 કરોડ રૂપિયા હતું. જયારે 'પુષ્પા 2' વિશે વાત કરીએ, તો તેની કમાણી 1200 કરોડ રૂપિયાથી વધુ હતી. તેણે વિશ્વભરમાં 1800 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો.

વિક્કી કૌશલના પિતા શામ કૌશલે પણ તેમના પુત્રની ફિલ્મની આ સિદ્ધિની ઉજવણી કરી છે. તેમણે આ ફિલ્મને આટલો આટલો પ્રેમ આપવા બદલ ચાહકોનો આભાર માન્યો છે. 'છાવા' એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની ગઈ છે.

'છાવા'નું વર્લ્ડવાઇડ કલેક્શન

આ સાથે જ, જો આપણે વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' ના વર્લ્ડવાઇડ કલેક્શન વિશે વાત કરીએ, તો તેણે ભારતમાં 600 કરોડનો વ્યવસાય કર્યો છે, જ્યારે ફિલ્મે વિશ્વભરમાં 807 કરોડનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ થિયેટર પછી OTT પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ ગઈ છે. જ્યાં પણ તેને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.

આ પણ વાંચો: શિક્ષક મારી સાથે અશ્લિલ હરકત કરતો, સ્તન પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો

'છાવા'નું નવ અઠવાડિયાનું કલેક્શન

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' એ બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રદર્શન કર્યું છે. અહેવાલો અનુસાર, ફિલ્મે 64મા દિવસે 0.05 કરોડનું કલેક્શન કર્યું છે, જેના પછી ભારતમાં તેનું કુલ કલેક્શન 601.1 કરોડ થઈ ગયું છે. બાકીના અઠવાડિયાની કમાણીની વાત કરીએ તો, ફિલ્મે 31 કરોડના કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું, ત્યારબાદ તેની કમાણી પહેલા અઠવાડિયામાં 219.25 કરોડ, બીજા અઠવાડિયામાં 180.25 કરોડ, ત્રીજા અઠવાડિયામાં 84.05 કરોડ, ચોથા અઠવાડિયામાં 55.95 કરોડ, પાંચમા અઠવાડિયામાં 33.35 કરોડ, છઠ્ઠા અઠવાડિયામાં 16.3 કરોડ, સાતમા અઠવાડિયામાં 6.55 કરોડ, આઠમા અઠવાડિયામાં 4.1 કરોડ અને નવમા અઠવાડિયામાં 1.25 કરોડની કમાણી કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Film Chhaava Record Chhaava Box Office Collection Entertainment News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ