બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / બિગ બોસ 19માં જોવા મળશે નવો ટ્વિસ્ટ, આ ક્રિકેટરના બહેનની થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

મનોરંજન / બિગ બોસ 19માં જોવા મળશે નવો ટ્વિસ્ટ, આ ક્રિકેટરના બહેનની થશે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી

Jay Bhatt

Last Updated: 03:29 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 19માં વધુ એક ટ્વિસ્ટ જોવા મળી શકે છે, હવે ક્રિકેટરની બહેન વાઇલ્ડ કાર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. જાણો કોણ છે.

Entertainment News: બિગ બોસ સીઝન 19 હાલમાં ચર્ચાના કેન્દ્રમાં છે, જ્યાં સતત ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળી રહ્યા છે. ચાહકો અને સેલિબ્રિટીઝના શો પર પ્રતિક્રિયાઓ આવી રહી છે, તો ક્યારેક અચાનક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તો ક્યારેક ડબલ એવિક્શનનો સરપ્રાઇઝ ડોઝ મળી રહ્યો છે. જોકે,હવે ક્રિકેટરની બહેનની પણ એન્ટ્રી થઈ શકે છે.

વધુ એક સરપ્રાઈઝ મળી શકે

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 19ના પ્રીમિયર પહેલા ઘણાં સરપ્રાઇઝ સામે આવી રહ્યાં છે. ફેન્સ જાણવા આતુર છે કે, આ વખતે શોમાં શું ખાસ હશે. હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે, વાઈલ્ડ કાર્ડ દ્વારા વધુ એક સેલિબ્રિટિની એન્ટ્રી થઈ શકે છે, જે એક ક્રિકેટરની બહેન પણ છે.

vtv app promotion

શો માં ગરમાગરમી જોવા મળી શકે

બિગ બોસમાં દર વખતે વાઈલ્ડ કાર્ડમાં એન્ટ્રી લેનાર સેલિબ્રિટિની ઘરમાં પ્રવેશ કરે છે અને ખેલ પલટી નાખે છે. શોમાં વધુ ગરમાગરમી જોવા મળી શકે છે. બિગ બોસમાં જે સેલિબ્રિટિ એન્ટ્રી કરશે તેના નામને લઈને લોકોમાં ઉત્સુક્તા છે. ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર બિગ બોસ 19માં એન્ટ્રી કરી શકે છે. એટલું જ નહીં દીપક ચહર પણ આમાં એન્ટ્રી કરી શકે છે. જો કે દીપક તેની બહેનને ત્યાં છોડીને જતા રહેશે.

માલતી ચહર કોણ છે?

માલતી એક અભિનેત્રી, મોડેલ અને કન્ટેન્ટ ક્રિએટર છે. તે ક્રિકેટર દીપક ચહરની બહેન છે. 15 નવેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના આગ્રામાં જન્મેલી માલતી એક એવા પરિવારમાંથી આવે છે જે રમતગમતમાં ખૂબ જ રસ ધરાવે છે. તેનો કઝિન રાહુલ ચહર પણ ક્રિકેટર છે.

વધુ વાંચો : 'મને ન્યૂડ તસવીર મોકલીશ?', આવો દીકરીને મેસેજ આવ્યો, અને અક્ષય કુમારે...!

માલતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે

માલતીએ 2018માં અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેને અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત બોલિવૂડ ફિલ્મ જીનીયસમાં રૂબીનાની ભૂમિકા ભજવીને કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે 2022માં અરવિંદ પાંડે દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક ડ્રામા ઇશ્ક પશ્મિનમાં ઓમિષાની ભૂમિકા ભજવી હતી. માલતીએ અભિનય ઉપરાંત, ફિલ્મ નિર્માણ, દિગ્દર્શન અને શોર્ટ ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

malti-chahar bigg-boss 19 entertainment
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ