બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'મને ન્યૂડ તસવીર મોકલીશ?', આવો દીકરીને મેસેજ આવ્યો, અને અક્ષય કુમારે...!

મનોરંજન / 'મને ન્યૂડ તસવીર મોકલીશ?', આવો દીકરીને મેસેજ આવ્યો, અને અક્ષય કુમારે...!

Nidhi Panchal

Last Updated: 02:13 PM, 3 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના ખિલાડી અક્ષય કુમાર પોતાની ફેમિલી લાઈફને ખૂબ પ્રાઈવેટ રાખે છે. પરંતુ એક એવી ઘટના બની કે જેના વિશે તેમણે ખુદ જ ખુલાસો કર્યો. આ ખુલાસો સાંભળીને દરેક પેરેન્ટ ચોંકી જશે.

શું તમે જાણો છો કે ઓનલાઇન ગેમ રમી રહેલા બાળક સાથે પણ સાયબર ક્રાઇમ શરૂ થઈ શકે છે? અક્ષય કુમારની દીકરી સાથે એવી જ ઘટના બની.

akshay

અક્ષય કુમારે તાજેતરમાં એક સાયબર જાગૃતિ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે થોડા મહિના પહેલા તેમની પુત્રી નિતારા એક વિડિયો ગેમ રમી રહી હતી. ઘણી રમતો એવી હોય છે કે જેમાં અજાણ્યા લોકો સાથે જોડાઈને રમી શકાય. ગેમ રમતી વખતે શરૂઆતમાં નમ્ર અને સામાન્ય સંદેશાઓ મળતા હતા, જેમ કે “તમે ખૂબ સારું રમી રહ્યા છો” અથવા “શાબાશ”. બધું સામાન્ય લાગતું હતું.

Akshay-kumar

કોઈ પણ પેરેન્ટ માટે ચિંતાજનક

પરંતુ થોડી જ વારમાં તે અજાણ્યા વ્યક્તિએ નિતારાને પૂછ્યું કે તમે ક્યાંથી છો. નિતારાએ કહ્યું કે તે મુંબઈથી છે. પછી વાતચીત આગળ વધી. પહેલા બધું મીઠું લાગતું હતું, પણ અચાનક જ એ વ્યક્તિએ પૂછ્યું કે શું તમે પુરુષ છો કે સ્ત્રી. નિતારાએ કહ્યું કે તે સ્ત્રી છે. ત્યારબાદ એ વ્યક્તિએ એક એવો પ્રશ્ન કર્યો જે કોઈ પણ પેરેન્ટ માટે ચિંતાજનક બની જાય. તેણે નિતારાને અયોગ્ય રીતે મેસેજ કર્યો અને તેના નગ્ન ફોટો માગ્યા. આ વાંચતાં જ નિતારાએ તરત જ ગેમ બંધ કરી દીધી અને પોતાની મમ્મી ટ્વિંકલ ખન્નાને આખી વાત કહી દીધી.

app promo3

પગલું ખૂબ જ સમજદારીપૂર્વક

અક્ષય કુમારે કહ્યું કે નિતારાનો આ પગલું ખૂબ જ સમજદારીપૂર્વક ભરેલો હતો. કારણ કે ઘણીવાર બાળકો આવી ઘટનાઓ છુપાવી લે છે અને પછી આવી બાબતો બ્લેકમેલિંગ, ખંડણી અથવા આત્મહત્યાની પરિસ્થિતિઓ સુધી પહોંચી જાય છે.

આ પણ વાંચો : શું તમે જોઇ, વિશ્વની પ્રથમ AI હિરોઈન, Video જોઇને વિશ્વાસ નહીં આવે

સાયબર સેફ્ટી

આ ઘટના પરથી અક્ષય કુમારે સ્પષ્ટ સંદેશ આપ્યો કે આજના ડિજિટલ યુગમાં માતાપિતાએ પોતાના બાળકોને સાયબર સેફ્ટી વિશે અવશ્ય સમજાવવું જોઈએ. બાળકોને શીખવવું જરૂરી છે કે કોઈપણ અયોગ્ય સંદેશા કે વિનંતી આવે તો તરત જ મોટા લોકોને જાણ કરવી જોઈએ. આ કિસ્સો ફક્ત અક્ષય કુમારની દીકરીનો નથી, પરંતુ દરેક માતાપિતા માટે ચેતવણી છે કે બાળકોને ઓનલાઇન ગેમ અને ઈન્ટરનેટ વાપરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Twinkle Khanna Akshay Kumar Nitara
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ