ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Video: '...નહીંતર મને એક સેકન્ડ નહીં લાગે', જૂનિયર NTRનો પારો આસમાને, વીડિયો વાયરલ

મનોરંજન / Video: '...નહીંતર મને એક સેકન્ડ નહીં લાગે', જૂનિયર NTRનો પારો આસમાને, વીડિયો વાયરલ

Published By: Shilpa Parmar

Last Updated: 03:11 PM, 12 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપર એવા જૂનિયર NTRનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. જેમાં સાઉથ એક્ટર ખુબ જ ગુસ્સામાં દેખાય રહ્યા છે. જાણો શું છે ઘટના?

ADVERTISEMENT

સાઉથ સુપર સ્ટાર એવા જૂનિયર NTR હાલ પોતાની આવનારી ફિલ્મ વૉર 2ના પ્રમોશનમાં વ્યસ્ત લાગી રહ્યા છે. આ દરમિયાન તેમની એક પ્રમોશન ઇવેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોમાં તેઓ ગુસ્સે ભરાયેલા દેખાય રહ્યા છે. આ પ્રમોશન ઇવેન્ટ હૈદરાબાદમાં યોજવામાં આવી હતી. ઇવેન્ટમાં જૂનિયર NTRએ ગુસ્સામાં ઇવેન્ટ છોડીને પાછા જવાની ધમકી આપી દીધી. જાણો એવું તો શું બન્યું હતું?

જૂનિયર NTR કેમ ગુસ્સે થયા?

રવિવારે જૂનિયર NTRની આવનારી ફિલ્મ વૉર 2ના પ્રમોશન માટે હૈદરાબાદમાં એક પ્રમોશન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રમોશન ઇવેન્ટ દરમિયાન જૂનિયર એનટીઆરને તેમના ચાહકો પર ગુસ્સો આવી ગયો હતો.

સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેઓ સ્ટેજ પર ઊભા છે અને કંઈક બોલી રહ્યા છે. એ દરમિયાન ફેન્સ ઉત્સાહમાં તેમનું નામ લઈને બૂમો પાડવા લાગે છે. આ જોઈને જૂનિયર NTR ગુસ્સે થઈને પૂછે છે,

"ભાઈ, શું હું અહીંથી જતો રહું? હું જાઉં? મેં તમને શું કહ્યું હતું? જ્યારે હું બોલું ત્યારે શાંતિ રાખો. મને માઇક મૂકી અને સ્ટેજ છોડીને જવામાં એક સેકન્ડ પણ નહીં લાગે. શું હું બોલું? તો શાંતિ રાખો."

ચર્ચામાં આવેલો વીડિયો

જૂનિયર NTRના ગુસ્સા પછી ફેન્સ થોડા શાંત થઈ જાય છે. ત્યારબાદ જૂનિયર NTR કહે છે,

"હું વાયઆરએફ સ્ટુડિયોઝની આખી ટીમનો આભાર માનવા માગું છું. તેમણે મારી ઘણી કાળજી લીધી અને મને એવો અનુભવ કરાવ્યો કે હું મારા ઘરે જ છું."

વધુ વાંચો: દયાબેન બાદ હવે જેઠાલાલના પણ 'તારક મહેતા...' શોને રામરામ?

ક્યારે રિલીઝ થશે વૉર 2

વૉર 2 ફિલ્મથી જૂનિયર NTR બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ફિલ્મમાં હૃતિક રોશન અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વૉર 2 આ મહિનામાં 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે અને અનુમાન છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

War 2 promotion Junior NTR South Super Star

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ