બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:51 PM, 15 July 2025
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપુ એટલે કે ભવ્ય ગાંધીએ VTV ડિજિટલને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેમના શૂટિંગના દિવસોની મજા અને મિત્રતા વિશે વાત કરી. ભવ્ય ગાંધીએ TMKOC સેટ પરના તેમના સમયને યાદ કર્યો. સહ-કલાકારો દિલીપ જોશી (જેઠાલાલ), ચંપક ચાચા અને દિશા વાકાણી (દયા ભાભી) સાથેના તેના અનોખા સંબંધો વિશે પણ વાત કરી. સાથે જ તેમણે એ કેમેસ્ટ્રી વિશે પણ જણાવ્યું કે જેણે ગડા પરિવારને ઘર-ઘરમાં જાણીતો બનાવ્યો.
ADVERTISEMENT
પ્રેમાળની સાથે જ તોફાની ટપુની ભૂમિકા ભજવવાના પોતાના અનુભવને યાદ કરીને ભવ્ય ગાંધીએ ઘણી વાતો શેર કરી, જેમાં તેમણે TMKOCના કલાકો સાથે તેમની સેટ પરની મસ્તી વિશે પણ વાત કરી.
ADVERTISEMENT
ભવ્ય ગાંધીએ દિશા વાંકાણી સાથે કામ કરવાના અનુભવ અંગે કહ્યું, "દિશા દીદી જેવું સેન્સ ઓફ હ્યુમર કોઈનું નહોતું. દિશા દીદીનું સેન્સ ઓફ હ્યુમર બહુ જ બ્રિલીયંટ હતું. એક એપિસોડમાં હું બહુ જ નાનો છું, અને સોફા પાસે દિશા દીદી ગરબા રમી રહ્યા છે, એમનો હાથ વાગે છે, અને હું પડી જાઉં છું, પછી ઉભો થઈને હું સાઇડમાં આવી જાઉં છું, અને તે છતાંય દિશા દીદીને ફરક નથી પડતો, એ ગરબા જ રમે છે. આ સીન એટલો ફની હતો, તેઓ ગરબામાં એવા મશગૂલ હતા કે તેમને કોઈ ફરક જ નથી પડ્યો કે તેમનો દીકરો પડી ગયો કે કંઇ થઈ ગયું. આવા ઘણા કિસ્સાઓ છે."

ADVERTISEMENT
વધુમાં ભવ્યએ કહ્યું, "દિલીપ સર, દિશા દીદી, દાદાજી, આ ત્રણેયની કેમેસ્ટ્રી, જે તમે સ્ક્રીન પર જોઈ છે. આ એક-એક વસ્તુ બહુ પ્લાન કરીને બનાવવામાં આવી છે. એને મઠારવામાં આવી છે. ત્યારે જઈને એ વસ્તુઓ તમને દેખાઈ છે. બહુ જ મહેનત કરી છે. હું તો બહુ જ નાનો હતો, પણ મને જેટલું યાદ છે કે એક-એક સીન પાછળ બે-બે કલાક રિડિંગ ચાલતું, એમાં કરેકશન ચાલતા, એ વસ્તુને બનાવવામાં આવતી. એટલે જ તમને આ ગમે છે."
આ પણ વાંચો: Photos: બોલ્ડનેસ એવી કે શ્વેતા તિવારીને પણ ઝાંખી પાડી દેશે આ ટીવી એક્ટ્રેસ, તસવીરો ગ્લેમરસ
ADVERTISEMENT
સેટ પર ભવ્યના બેસ્ટ બડી કોણ એ અંગે પૂછવામાં આવતા, તેમણે કહ્યું, "મારા બેસ્ટ બડી દાદાજી, અને એક પોઈન્ટ પછી થોડા મોટા થયા પછી દિશા દીદી સાથે. મને દિશા દીદી પોતે પાન બનાવીને ખવડાવતા."
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.