ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Video: આખરે સોનુ સૂદે લૉન્ચ કર્યું Sampoornaનું ટ્રેલર, કહ્યું 'મને હચમચાવી મૂક્યો'

મનોરંજન / Video: આખરે સોનુ સૂદે લૉન્ચ કર્યું Sampoornaનું ટ્રેલર, કહ્યું 'મને હચમચાવી મૂક્યો'

Published By: Vishal Dave

Last Updated: 03:16 PM, 30 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ સુદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું 'આ ટ્રેલરે મને હચમચાવી નાખ્યો, કારણ કે તે ફક્ત એક વાર્તા નથી. પરંતુ...

ADVERTISEMENT

મજબૂત અને ભાવનાત્મક ટીવી શો અને સિરિયલ્સ માટેે જાણીતી ચેનલ સ્ટાર પ્લસ હવે ટીવી દર્શકો માટે વધુ એક રસપ્રદ શો લાવી છે.જેનું નામ છે 'સંપૂર્ણા. આ એક ફિક્શન( કાલ્પનિક) શો છે. આ શોનું ટ્રેલર બોલીવુડ અભિનેતા સોનુ સુદે લોન્ચ કર્યુ છે.

સોનુ સુદે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું છે "ગણેશ ચતુર્થીની ખુશી અને રંગોમાં, એ ભૂલી જવું સરળ છે કે આપણી આસપાસ ઘણી સ્ત્રીઓ દરરોજ અનેક મોરચે લડાઈ લડી રહી છે.. આ ટ્રેલરે મને હચમચાવી નાખ્યો, કારણ કે તે ફક્ત એક વાર્તા નથી. પરંતુ આપણા સમાજનો અરીસો છે. હું આ વર્ષે બાપ્પાને એક જ પ્રાર્થના કરવા માંગુ છું, કે તે દરેક સ્ત્રીના જીવનમાંથી વિઘ્નોને દૂર કરે." તેમણે વધુમાં જણાવ્યું કે આ 'સંપૂર્ણા' નામનો એક પાવરફુલ નવો શો છે, જે સ્ટારપ્લસ પર આવવાનો છે. તેની વાર્તા જોવી, અનુભવવી અને જાણવી જોઈએ. આ શો 8 સપ્ટેમ્બરથી દરરોજ સાંજે 7.30 વાગ્યે પ્રસારિત થશે.

સોનુ સૂદ એક એવા અભિનેતા છે જે હંમેશા એવી વાર્તાઓનો ભાગ બનવાનું પસંદ કરે છે જે ફક્ત મનોરંજન જ નહીં પરંતુ સમાજ અને માનવતાના મુદ્દાઓને પણ ઉજાગર કરે છે. તે હંમેશા સામાન્ય માણસની રોજિંદી મુશ્કેલીઓને સમજવાનો પ્રયાસ કરે છે અને તેમનો આ પ્રયાસ તેમને 'સંપૂર્ણા' જેવા શોના ટ્રેલરનું લોન્ચીંગ કરવા માટે એકદમ પરફેક્ટ અભિનેતા બનાવે છે.

શોના ટ્રેલરમાં મિટ્ટી નામની મહિલાની વાત છે. તેના લગ્નને સાત વર્ષ થયા છે. તેને એક ચાર વર્ષનું બાળક પણ છે. તે હેપ્પી મેરેજ લાઇફ જીવી રહી છે. બહારથી જોતા તેની લાઇફ એકદમ સંપૂર્ણ જણાય છે. પરંતુ ઘણીવાર વસ્તુઓ બહારથી જેવી દેખાય છે તેવી હોતી નથી, મિટ્ટીનું જીવન એક ક્ષણમાં બદલાઈ જાય છે જ્યારે તેને એક સમાચારમાં ખબર પડે છે કે તેના પતિ ડૉ. આકાશની એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે, નયના નામની એક યુવતીએ 'ME Too' અંતર્ગત આકાશ પર આરોપ મુક્યા છે. જોકે, આકાશ પોતાને નિર્દોષ ગણાવે છે, અને એમ પણ કહે છે કે તેને આ આખા કેસમાં ફસાવી દેવામાં આવી રહ્યો છે. સત્ય શું છે તે તો આપને શો જોયા બાદ જ ખબર પડશે.

સોનુ સુદ જેવા લોકોના દિલમાં વસેલા અભિનેતા દ્વારા ટ્રેલરનું લોન્ચીંગ શોને લઇને એક મજબુત અને અસરકારક છબી ઉભી કરે છે.

સામાજિક અને મહિલાઓ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવા માટે જાણીતા, સોનુ સૂદનું આ શોને સમર્થન દર્શાવે છે કે સંપૂર્ણા ફક્ત એક ટીવી શો નથી પરંતુ તે ઘણી સ્ત્રીઓના વાસ્તવિક જીવનના પડકારો દર્શાવે છે. એવા પડકારો જે બહારથી જોઇ શકાતા નથી, પરંતુ બંધ દરવાજા પાછળ રહે છે. 'સંપૂર્ણા' દેશભરના દર્શકોના હૃદયને સ્પર્શવા માટે સંપૂર્ણ તૈયાર છે.

આ પણ વાંચોઃ

VIDEO: રોમાન્સ અને કોમેડીનું કોકટેલ, વરુણ-જાન્હવીની 'સની સંસ્કારી કી તુલસી કુમારી'નું ટીઝર રિલીઝ

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sonu Sood SAMPOORNA TV Show

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ