બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Cricket / શું રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે હાર્દિક પંડ્યાનું થઇ ગયું બ્રેકઅપ? એકબીજાને કર્યા અનફોલો

મનોરંજન / શું રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે હાર્દિક પંડ્યાનું થઇ ગયું બ્રેકઅપ? એકબીજાને કર્યા અનફોલો

Vidhata Gothi

Last Updated: 11:44 AM, 19 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hardik Pandya-Jasmine Walia: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. કહેવાય છે કે હાર્દિક-જાસ્મિન લગભગ એક વર્ષથી એકબીજા સાથે હતા.

Hardik Pandya-Jasmine Walia: ક્રિકેટર હાર્દિક પંડ્યા મેચમાં તેના પ્રદર્શનની સાથે-સાથે તેના અંગત જીવન, અફેર અને લિંક-અપ્સને કારણે પણ ચર્ચાઓમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેનું નામ બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા સાથે જોડાઈ રહ્યું હતું. આઈપીએલ દરમિયાન, જાસ્મિન ઘણી વખત હાર્દિકને સપોર્ટ કરતી જોવા મળી. તે મુંબઈ ઇન્ડિયન્સની બસમાં પણ જોવા મળી હતી. બંનેની લવ સ્ટોરી હમણાં જ શરૂ થઈ હતી અને હવે તેમના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પરથી એકબીજાને અનફોલો કરી દીધા છે.

ઇન્સ્ટાગ્રામ પરથી કર્યા અનફોલો

એક રેડિટે સૌપ્રથમ બંનેના અનફોલો કરવાની માહિતી આપતાં લખ્યું, "હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાએ એકબીજાને અનફોલો કરી દીધા છે? શું ચાલી રહ્યું છે?" ત્યારથી બંનેના બ્રેકઅપની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, હાર્દિક અને જાસ્મિનએ પહેલાં ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી. એવામાં તેમના બ્રેકઅપના સમાચાર ક્રિકેટરના ચાહકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે.

બંને એક વર્ષ હતા સાથે

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાનું નામ જાસ્મિન વાલિયા સાથે ત્યારથી જોડાયું હતું જ્યારે તેણે તેની પૂર્વ પત્ની નતાશાથી છૂટાછેડાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધને કન્ફર્મ માનવામાં આવતા હતા. હાર્દિક અને જાસ્મિનએ એક જ જગ્યાએથી તેમના ગ્રીસ વેકેશનના ફોટો શેર કર્યા હતા. આ ઉપરાંત, જાસ્મિન ઘણીવાર હાર્દિકને તેની મેચોમાં ચીયર કરતી જોવા મળતી હતી. તે દુબઈમાં યોજાયેલી ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 મેચમાં સ્ટેન્ડમાં ઉભી જોવા મળી હતી. હવે તેમના બ્રેકઅપની ચર્ચાઓ થઈ રહી છે.

Vtv App Promotion

આ પણ વાંચો: 'કાલે રાત્રે આવશો તમે?', કોણ છે એ મહિલા ક્રિકેટર જેને રવિન્દ્ર જાડેજાએ પાઠવ્યો મેસેજ

દીકરાનો ઉછેર

જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્ન તૂટી ગયા પછી, બંને તેમના દીકરા અગસ્ત્યનો ઉછેર સાથે મળીને કરી રહ્યા છે. બંનેએ એક નિવેદન જારી કરીને અલગ થવાની જાહેરાત કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jasmine Walia Hardik Pandya Affair Hardik Pandya-Jasmine Walia
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ