બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Gujarati Cinema / ગુજરાતી સિનેમા / રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, 'વશ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
Last Updated: 08:09 PM, 1 August 2025
શુક્રવારે રાજધાની દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે પુરસ્કાર વિજેતાઓના નામ જાહેર કર્યા. આ પુરસ્કારોને આપવા માટે જ્યુરીએ 22 ભાષાઓમાં 115 થી વધુ ફિલ્મો જોઈ અને તેમના નામાંકન આપ્યા. આ પુરસ્કારો માટે, 1 જાન્યુઆરી, 2023 થી 31 ડિસેમ્બર, 2023 વચ્ચે CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) તરફથી પ્રમાણપત્ર મેળવનાર ફિલ્મો પાત્ર હતી.
ADVERTISEMENT
ખાસ વાત એ રહી હતી કે જાનકી બોડીવાલા સ્ટારર વશ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.
વશ ફિલ્મ વશીકરણ અને સસ્પેન્સથી ભરપૂર હતી. આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સાથે હિતુ કનોડિયા અને હિતેન કુમારનો રોલ ખાસ હતો. ફિલ્માં દર્શાવાયું હતું કે હિતેન કુમાર વશીકરણથી જાનકી બોડીવાલાને પોતાના વશમાં કરી લે છે.. આ ફિલ્મે અંત સુધી લોકોને જકડી રાખ્યા હતા. આ ફિલ્મ પરથી બૉલીવુડમાં પણ ફિલ્મ બની. પ્રથમ ફિલ્મની અભૂતપૂર્વ સફળતા બાદ લેખક- દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક "વશ લેવલ 2" લઈને આવી રહ્યાં છે, જેનું ટ્રેલર પણ લોન્ચ થઇ ચૂક્યું છે..અને આ ટ્રેલરે લોકોમાં ફિલ્મ જોવાને લઇને ખુબજ ઉત્સુકતા જગાવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ
VIDEO: હોરર, સસ્પેન્સ અને થ્રિલથી ભરેલી નવી સફર, 'વશ લેવલ 2'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
ADVERTISEMENT
અન્ય ભાષાઓમાં કઇ ફિલ્મોએ નેશનલ પુરસ્કાર જીત્યો ?
બેસ્ટ તેલુગુ ફિલ્મ- ભાગવત કેસરી
ADVERTISEMENT
બેસ્ટ તમિલ ફિલ્મ- પાર્કિંગ
બેસ્ટ મરાઠી ફિલ્મ-શ્યામ ચી આઈ
ADVERTISEMENT
બેસ્ટ મલયાલમ ફિલ્મ- ઉલલક્કૂ
બેસ્ટ કન્નડ ફિલ્મ-કંદીલુ-ધ રે ઓફ હોપ
ADVERTISEMENT
બેસ્ટ હિન્દી ફિલ્મ-કટહલ: ધ જૈકફ્રૂટ મિસ્ટ્રી
બેસ્ટ ગુજરાતી ફિલ્મ- વશ
બેસ્ટ બંગાળી ફિલ્મ-ડીપ ફ્રીજ
બેસ્ટ અસમ ફિલ્મ-રોંગાતપુ 1982
આ ઉપરાંત અન્ય કેટલાક મહત્વના પુરસ્કારો પર નજર કરીએ તો
-જીવી પ્રકાશ કુમાર દ્વારા લખાયેલ વાથી (તમિલ) ને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
-સાઈ રાજેશ નીલમ દ્વારા લખાયેલ બેબી (તેલુગુ) ને શ્રેષ્ઠ પટકથા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
-સૌમ્યજીત ઘોષ દ્વારા લખાયેલ ફિલ્મ ફ્લાવરિંગ મેન (હિન્દી) ને શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
-માઉ: ધ સ્પિરિટ ઓફ ડ્રીમ ઓફ ચેરો (મિઝો) એ દિગ્દર્શકની શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો.
-સુભાષ સાહૂ દ્વારા લખાયેલ “મો બાઉ, મો ગાંવ” ને શ્રેષ્ઠ જીવનચરિત્ર/ઐતિહાસિક પુનર્નિર્માણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
-કામાખ્યા નારાયણ સિંહ દ્વારા લખાયેલ ટાઈમલેસ તમિલનાડુને નોન ફીચર ફિલ્મો શ્રેણીમાં શ્રેષ્ઠ કલા અને સંસ્કૃતિ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.