બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ગુજરાત / VTV વિશેષ / બોલિવૂડ / ગુજરાતી સિનેમા / અમદાવાદના સમાચાર / 'શાહરૂખ ખાન જોડેનો અનુભવ અપ્રતિમ, અપ્રતિમ, અપ્રતિમ' આ શબ્દો છે Filmfare 2025 માં SRK જોડે પર્ફોર્મ કરનાર ગુજરાતી આર્ટિસ્ટના

VTV EXCLUSIVE / 'શાહરૂખ ખાન જોડેનો અનુભવ અપ્રતિમ, અપ્રતિમ, અપ્રતિમ' આ શબ્દો છે Filmfare 2025 માં SRK જોડે પર્ફોર્મ કરનાર ગુજરાતી આર્ટિસ્ટના

Published By: Priyankka Triveddi

Last Updated: 02:37 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જસ્ટ ઇમેજિન કે બૉલીવુડનો કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન તમારી સામે ઊભા છે. તમારી સાથે હાથ મિલાવે છે, તમને ભેટે છે તો..??? એક અદ્ભુત સપના જેવુ લાગે ને..? પણ જો આ સપનું નહીં પણ હકીકત હોય તો?? તો તમે કહેશો કે આને Once in a LifeTime Opportunity કહેવાય.

Filmfare Award 2025: તમને શાહરુખ ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' યાદ છે? એમાં એક ફેમસ ડાયલોગ છે કે 'અગર કિસી ચીઝ કો શીદદ્દત સે ચાહો, તો પૂરી કાયનાત ઉસે તુમ્હે મિલાને મેં લગ જાતી હૈ' વેલ ડાયલોગ કદાચ થોડો આડો અવળો હોઈ શકે પણ એનો ભાવાર્થ આ ગુજરાતી છોકરાઓની લાઈફમાં સાચો પડ્યો છે. હવે મુખ્ય વાત જાણે એમ છે કે ગઇકાલે અમદાવાદ ખાતે ગુજરાત ટુરિઝમ દ્વારા 70th Film Fare Award નું આયોજન થયું હતું. અને આ ઈવેન્ટમાં 17 વર્ષ પછી ફરી સૌનો પ્રિય શાહરુખ ખાન ફરી હોસ્ટની ભૂમિકામાં હતો. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને ગુજરાતી થિયેટર આર્ટિસ્ટ સાથે મળીને એક કોમેડી ગીગ પણ પરફોર્મ કર્યું હતું. જેમાં ગુજરાતી ફિલ્મ અને થિયેટરમાં જાણીતા ચહેરા એવા સંજય ગલ્સર, રાહુલ રાવ અને મુકેશ રાવ જેવા કલાકારોએ SRK સાથે મળીને આ ગેગ પરફોર્મ કર્યું હતું.

VTV Digital ની ટીમે આ અંગે જાણીતા એકટર સંજય ગલ્સર સાથે ખાસ વાતચીત કરી હતી અને જાણવાનો પ્રત્યન કર્યો હતો કે તેમનો શાહરુખ ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

Sanjal-Galsar

70th Filmfare award માં તમે SRK સાથે પર્ફોર્મ કર્યું તો experience કેવો રહ્યો?

અન્ય જવાબમાં સંજય કહે છે કે એક જ શબ્દમાં કહું તો 'જાદૂ'. ' હું છેલ્લા 48 કલાકથી સૂતો જ નથી. ' શાહરુખ ખાન સાથે અનુભવ શેર કરતાં સંજય કહે છે કે

" જે એકટર સાથે એક્ટિંગ કરવી કે સ્ટેજ શેર કરવું એ લગભગ દરેકનું સપનું હોય છે. SRK ખૂબ જ dedicated અને humble હ્યૂમન છે. તે ખૂબ ખૂબ મહેનત કરે છે. તેમણે સતત અમારી સાથે 1-1.5 કલાક આ ગીગનું રિહર્સલ કર્યું હતું. એટલું જ નહીં, પણ પરફોર્મન્સની છેલ્લી મિનિટ પહેલા પણ તેમણે અમને તેમના રૂમમાં બોલાવીને પણ ફાઇનલ રિહર્સલ કર્યું. "

પરફોર્મન્સની થીમ શું હતી?

અમે એક કોમેડી ગીગ પરફોર્મ કર્યું હતું.

sanjay-ghalsar-1

કેવી રીતે સિલેક્શન થયું?

આ પ્રશ્ન પૂછતાં જ સંજયે કહ્યું કે,

" I am Very Lucky' basically સિલેક્શન બાબતે એવું છે કે આ ગીગ મારા ઉંબરૉ ફિલ્મના કો એકટર કારણ ભાનુશાલીએ લખી હતી, જેઓ પોતે રાઇટર પણ છે. અને આ વખતે ફિલ્મફેર અમદાવાદમાં થવાનું હતું તો તેમને અમદાવાદમાં થિયેટર કરતાં આર્ટિસ્ટ સજેસ્ટ કરવાના હતા. જો કે ખાસ વાત કે શાહરુખ ખાન પોતે પણ એક થિયેટર પર્સન છે. તો થિયેટરને જાણતા, સમજતા આર્ટિસ્ટ સાથે પરફોર્મ કરવાની મજા જ કૈંક જુદી હોય છે. તો અમદાવાદમાં યશ બારોટ જે ક્રિએટિવ સાંભળે છે તેમણે મારો કોન્ટેક્ટ કર્યો અને મેં તરત જ ફોન પર 'હા' પાડી દીધી. મારા થિયેટર કરવાના લીધે જ આ શક્ય બન્યું. "

SRK જોડે રિહર્સલ કરેલું?

સંજય કહે છે કે શો ના એક કલાક પહેલા સુધી અમે રિહર્સલ કર્યું છે. તેમણે આગળ દિવસે પણ 3 મિનિટના પરફોર્મન્સ માટે 4-5 વાર પરફોર્મ કર્યું. અમારી સાથે ડાન્સ કર્યો. in fact દરેક રિહર્સલ વખતે અમે એમને ખેંચતા, ટચ કરતાં. એટલું જ નહીં તે પોતે પેન અને પેપર લઈને બેઠા હતા અને અમને પૂછતાં કે કશું એડ કેવું છે? તમને આ ગીગ ફની લાગે છે? તેમણે પણ સજેશન આપ્યા. એ પોતે સ્ક્રિપ્ટ લઈને જાતે જ બેઠા અને છેક છેલ્લા સમય સુધી રિહર્સલ કર્યું.

સ્ટેજ પર અને બેક સ્ટેજ શું ફિલિંગ હતી?

શાહરુખ ખાન સાથે ફિલિંગ જ અલગ હતી. તેઓ એટલા down to earth છે કે અમે રિહર્સલ માટે મળ્યા ત્યારે તેમણે અમારા દરેકના નામ પૂછ્યા. અમારી સાથે હાથ મિલાવ્યો, હગ કર્યું, માથે હાથ ફેરવ્યો અને ખૂબ હેત અને વ્હાલ આપ્યું. બેસ્ટ વાત એ છે કે કોઈ જેમની આસપાસ ફરકી પણ ના શકે અમે જાણે એમની પર્સનલ સ્પેસમાં હતા. SRK એ વાતનો મને અહેસાસ કરાવ્યો કે કેમ એ ખૂબ પ્રિય કલાકાર કે વ્યક્તિ છે. એમને મળીને સમજાયું કે મોટો માણસ મોટો કેવી રીતે બને છે.

શાહરુખ ખાને પરફોર્મન્સ દમરિયાન કેવું ફીલ કરાવ્યું?

એ તમને કહું ખૂબ comfortable ફીલ કરાવે. એ તમને એટલું હેત આપે, પ્રેમ આપે- પરફોર્મન્સ પહેલા કે પછી પણ.. અમારે એમની સાથે એક ફોટો જોઈતો હતો તો તેમણે ખાસ અમારી સાથે ફોટો પદવીઓ અને અમને એક એકને હગ કર્યું, માથે કિસ કરી, અને આશીર્વાદ પણ આપ્યા. શાહરુખ ખાન તમને પ્રેમથી ભરી દે છે, એ પોપ્યુલર છે કારણ કે તે genuine છે.

વધુ વાંચો: Filmfare Award 2025 : બે ગુજ્જુ સ્ટારે વધાર્યું ગૌરવ, આ કેટેગરીમાં જીત્યો એવોર્ડ

vtv app promotion

શાહરુખ ખાનની 1 ખાસ વાત..?

સંજય કહે છે કે ગૌતમ બુદ્ધનું એક વાક્ય છે - "वैर से वैर कभी शांत नहीं होते, अवैर से शांत होते हैं। यही सदा का नियम है।" આ વાત શાહરુખ ખાન સાર્થક કરે છે. શાહરુખ ખાન એ પ્રેમનો પર્યાય છે. એ જે રીતે લોકોને રિસ્પેક્ટ આપે છે તે ગજબ છે. તમે માણસ છો- નાના કે મોટા નહીં એ તમને શાહરુખ ફીલ કરાવે. એક લાઈફટાઈમ મંત્ર એમની પાસેથી શીખ્યો કે ' પ્રેમ વહેંચો બસ એ જ માનવતા છે.' સતત પ્રેમ વહેંચતા રહો એ જ એક રસ્તો છે લોકોના દિલ જીતવાનો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Artist VTV Visesh FIlmfare 2025

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ