ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO: 'હું ફિલ્મની હિરોઈન છું...' મૂવી જોવા પહોંચેલી એક્ટ્રેસને ગાર્ડે રોકી, વીડિયો વાયરલ
Last Updated: 08:28 PM, 16 August 2025
ADVERTISEMENT
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કુલી રિલીઝ થઈ ચૂકી છે અને દક્ષિણ ભારતના લોકોમાં આ ફિલ્મને લઈને જુદો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેત્રી શ્રુતિ હાસન પણ છે અને તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જાણો શું છે આ વીડિયોમાં?
ADVERTISEMENT
શું છે ઘટના?
રજનીકાંતની ફિલ્મ કુલી રિલીઝ થઈ તે દિવસે શ્રુતિ હાસન પોતાના મિત્રો સાથે ચેન્નઈના વેટ્રી થિયેટરમાં ફિલ્મનો પહેલો શો જોવા પોંહચી હતી, પરંતુ ત્યાં તેમની સાથે એક ઘટના બની.
ADVERTISEMENT
જ્યારે શ્રુતિની કાર થિયેટરના ગેટથી અંદર જઈ રહી હતી ત્યારે ત્યાં હજાર સિક્યુરિટી ગાર્ડએ તેમની કારને ગેટ આગળ જ રોકી દીધી હતી. ગાર્ડ શ્રુતિને ઓળખી ન શક્યો અને કાર આગળ વધવા દીધી નહીં. આ જોઈને કારમાં બેઠેલી શ્રુતિ અને તેમના મિત્રો જોરજોરથી હસવા લાગ્યા.
અભિનેત્રી શ્રુતિ હાસનનો વાયરલ વીડિયો
ADVERTISEMENT
ADVERTISEMENT
શ્રુતિનો ગાર્ડને જવાબ
જ્યારે ગાર્ડએ કાર રોકી દીધી તો આ સમયે શ્રુતિ હાસને ગુસ્સો કરવાને બદલે હસતા હસતા ગાર્ડને કહ્યું,
ADVERTISEMENT
"હું આ ફિલ્મમાં જ છું. મને અંદર જવા દો અન્ના. હું હિરોઈન છું સર."
તેમનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર બધા જ લોકો હસવા લાગ્યા. ત્યારબાદ ગાર્ડે તેમને અંદર જવા દીધા.
ADVERTISEMENT
વધુ વાંચો: 'ધ બંગાલ ફાઈલ્સ'ના ટ્રેલર લોન્ચ પર કોલકાતામાં બબાલ, પોલીસ બોલાવવી પડી, વિવેક અગ્નિહોત્રી ભડક્યા
ફેન્સે કર્યા વખાણ
આ વીડિયો બહાર આવ્યા બાદ ચાહકોએ શ્રુતિ હાસનની ખુબ પ્રશંસા કરી છે. લોકોએ શ્રુતિની સાદગી અને તેના મજાકીયા સ્વભાવની ખૂબ પ્રશંસા કરી છે. લોકો કહી રહ્યા છે કે, "શ્રુતિએ કોઈ ગુસ્સો કર્યા વિના, હળવા અને મસ્તીભર્યા અંદાજમાં પરિસ્થિતિને સમજી અને પોતાના ડાઉન-ટુ-અર્થ સ્વભાવનો સુંદર પરિચય આપ્યો."
સંકળાયેલા મુદ્દાઓ