બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'આજે પણ પુરુષોને જોઈએ છે વર્જિન છોકરીઓ!' નીના ગુપ્તાએ ફરી એકવાર આપ્યું બોલ્ડ નિવેદન

મનોરંજન / 'આજે પણ પુરુષોને જોઈએ છે વર્જિન છોકરીઓ!' નીના ગુપ્તાએ ફરી એકવાર આપ્યું બોલ્ડ નિવેદન

Published By: Vidhata Gothi

Last Updated: 12:27 PM, 17 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીના ગુપ્તા તેમના બિન્દાસ નિવેદનો માટે જાણીતી છે. એક પૉડકાસ્ટમાં તેમની સાથે વાત કરવામાં આવી કે હવે સમય બદલાયો છે. તો તેના પર તેમણે કહ્યું કે કશું જ નથી બદલાયું. હજુ પણ પુરુષની પસંદ વર્જિન મહિલા હોય છે.

બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા તેમના સ્પષ્ટ નિવેદનો માટે જાણીતી છે. તેઓ ક્યારેય પણ કોઈ પણ નિવેદન આપતી વખતે તેના શબો પર ફિલ્ટર નથી લગતા. તેઓ સ્પષ્ટપણે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં રહે છે. તેમને લાગે છે કે લોકો કેટલી પણ મોટી વાતો કરી લે, ભારત કેટલાક મામલે જરાક પણ નથી બદલ્યું. નીનાએ ઉદાહરણ આપ્યું કે આજે પણ પુરુષ લગ્ન કરવા માટે વર્જિન મહિલાને પ્રાથમિકતા આપે છે. તેમણે પોતાની આસપાસના ઘણા ઉદાહરણ આપ્યા કે જ્યાં લગ્ન પછી મહિલાઓ પર વિચિત્ર-વિચિત્ર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, જેમ કે સાઈબાબાની પૂજા ન કરવી કે પરિવારનો ફોટો બેડરૂમમાં ન રાખવો.

નીના ગુપ્તાએ એક પૉડકાસ્ટમાં જણાવ્યું કે પુરુષો લગ્ન કરતી વખતે શું જોવે છે. નીનાએ કહ્યું કે પુરુષો વિચારે છે કે છોકરી પરિવારમાં એડજસ્ટ થઈ જાય, માતાપિતા સાથે સારા સંબંધ રાખે અને વર્જિન પણ હોવી જોઈએ. તેમને પૂછવામાં આવ્યું કે શું હજુ પણ આવું થાય છે, તો નીનાએ જવાબ આપ્યો કે શું આ બદલાઈ ગયું છે? ક્યાંની વાત કરો છો? ભારતની વાત કરી રહ્યા છો ને!

vtv app promotion

પૉડકાસ્ટમાં એમ કહેવામાં આવ્યું કે હવે તો બધુ ઘણું ઓપન થઈ ગયું છે. એના પર નીનાએ કહ્યું, ક્યાં-ક્યાં ઓપન થયું, કોણ કહે છે કે ઓપન થયું? તમે કયા ભારતવર્ષની વાત કરો છો? અમારે ત્યાં તો કશું જ નથી બદલાયું. અમારે ત્યાં હજુ પણ માથા પર પલ્લું નાખીને સવારે સસરાને પગે લાગે છે. આપણે જે ઘણા સારા કપડાં પહેરીને આરામથી ફરીએ છીએ અને કઈં પણ બોલીએ છીએ, તે ભારત નથી.

આ પણ વાંચો: રાજપાલ યાદવના જામીન પર ફસાયો પેચ! 1.5 કરોડ જમા કરાવ્યાં બાદ જ છૂટી શકશે

નીના ગુપ્તાએ કહ્યું - હું એમ જ નિવેદન આપવા માટે નથી કહી રહી. મેં આ બધુ જોયું છે. મારા પિતાની સાઇડથી એક સંબંધી હતી. તેમની દિલરીના લગ્ન મુંબઈના એક છોકરા સાથે થયા. મારા પિતાએ એકવાર આ છોકરા-છોકરી અને તેમના પરિવારને ઘરે બોલાવ્યા હતા, વાત કરવા માટે, કારણ કે છોકરી એ છોકરા અને તેના પરિવાર સાથે રહેવાનો ઇનકાર કરી રહી હતી. છોકરી સાઈબાબાની પૂજા કરતી હતી, તે રૂમમાં તેમનો ફોટો રાખતી હતી. તેની સાસુ કહેતી કે તે સાઈબાબાની નહીં પણ તેમના એ ગુરુનો ફોટો રૂમમાં રાખે કે જેમની તેઓ પૂજા કરતાં હતા.

નીનાએ વધુ એક ઉદાહરણ આપ્યું, મારી ભાણેજની સાસુ કહે છે કે પોતાના બેડની બાજુના ટેબલ પર પરિવારનો ફોટો ન રાખીશ, અમારે હજુ લાંબુ જીવન જીવવાનું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Bollywood News Neena Gupta

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ