ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હીરો 4, હીરોઇન 2, છતાંય આ ફિલ્મમાં વિલન બનેલા ફ્લોપ એક્ટરની કિસ્મત રાતોરાત ચમકી ઉઠી

મનોરંજન / હીરો 4, હીરોઇન 2, છતાંય આ ફિલ્મમાં વિલન બનેલા ફ્લોપ એક્ટરની કિસ્મત રાતોરાત ચમકી ઉઠી

Published By: Shilpa Parmar

Last Updated: 05:00 PM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે મોટાભાગની ફિલ્મોમાં તેના મેઇન કેરેક્ટરને ફેમસ થતાં જોયા હશે પણ તમને ખબર છે એક એવી પણ ફિલ્મ હતી જેમાં ચાર હીરો, 2 હીરોઇન હોવા છતાં ફિલ્મમાં વિલન બનેલા આ ફ્લોપ એક્ટરની કિસ્મત રાતોરાત ચમકી ગઈ. જાણો કોણ છે આ કલાકાર?

ADVERTISEMENT

‘હાઉસફુલ’ અને ‘ગોલમાલ’ જેવી ફ્રેન્ચાઇઝી ફિલ્મોએ મલ્ટીસ્ટાર ફિલ્મોના કૉન્સેપ્ટને જીવંત રાખ્યો છે. મલ્ટીસ્ટારર ફિલ્મોનું બજેટ પણ ઘણું વધારે હોય છે. આ સ્થિતિમાં મેકર્સને બજેટથી વધારે કમાણી કરવાનું ટેન્શન હોતું નથી. ઘણી વખત આવી ફિલ્મો પોતાનો ખર્ચ પણ કાઢી શકતી નથી, તો કેટલીક ઘણી કમાણી કરીને પણ હિટ કે સુપરહિટની કેટેગરીમાં સ્થાન મેળવી શકતી નથી.

આવી જ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે જેણે બૉક્સ ઑફિસ પર 350 કરોડ રૂપિયાથી વધારે કમાણી કરી છે. છતાં પણ આ ફિલ્મ સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ શકી નથી. મલ્ટીસ્ટારર ફિલ્મ હોવાને કારણે તેનું બજેટ ખૂબ જ વધારે હતું. મલ્ટીસ્ટારર ફિલ્મ મોસ્ટલી એવી જ હોય છે જેને પરિવાર સાથે બેસીને માણી શકાય.

2024માં દિવાળીના શુભ પ્રસંગે રિલીઝ થયેલી આ ફિલ્મમાં એક-બે નહીં, સીધા ચાર મોટા હીરો અને બે અન્ય હીરો વિલનના રોલમાં હતાં. ફિલ્મમાં બે ટોચની હીરોઇન પણ છે. ‘રામાયણ’ના કૉન્સેપ્ટ પર આધારિત આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી, પરંતુ તેની IMDb રેટિંગ સરેરાશથી પણ ઓછી રહી.

કઈ છે આ ફ્લોપ ફિલ્મ?

આ એક્શન થ્રિલર ફિલ્મનું નામ છે ‘સિંઘમ અગેઇન’. સુપરહિટ ‘સિંઘમ’ની આ ફ્રેન્ચાઇઝીમાં અક્ષય કુમાર અને રણવીર સિંહની એન્ટ્રીને લઈને પહેલાથી જ ચર્ચા હતી. આ બંનેએ અગાઉ કોપ યુનિવર્સની ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’માં સાથે કામ કર્યું હતું.

arjun-kapoor

સિંઘમ અગેઇન

અજય દેવગણની ‘સિંઘમ અગેઇન’માં રણવીર સિંહ અને અક્ષય કુમારના ઉપરાંત ટાઇગર શ્રોફ અને દીપિકા પાદુકોણએ પણ મહત્વની ભૂમિકામાં નિભાવી છે. ટાઇગર અને દીપિકા પણ અજયની જેમ પોલીસ ઇન્સ્પેક્ટરનાં પાત્રમાં છે.

ફિલ્મમાં જેકી શ્રોફ નેગેટિવ રોલમાં છે, જ્યારે મુખ્ય વિલન તરીકે અર્જુન કપૂર જોવા મળ્યા હતાં. તેમના પાત્રની તુલના રાવણ સાથે કરવામાં આવી છે, જ્યારે કરીના કપૂરના પાત્રની તુલના માતા સીતાથી કરવામાં આવી છે.

‘સિંઘમ અગેઇન’માં અનેક સ્ટાર્સ હોવા ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના અનેક ભાગોમાં શૂટિંગ થયું છે. હાઇ એક્શન સીન અને હેલિકોપ્ટરના ઉપયોગને કારણે તેનું બજેટ પણ 350 કરોડ રૂપિયાથી વધારે હતું. એક રિપોર્ટ અનુસાર ફિલ્મ 350-375 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી.

રોહિત શેટ્ટીના દિગ્દર્શનમાં બનેલી આ કોપ યુનિવર્સ ફિલ્મે બૉક્સ ઑફિસ પર દેશ-વિદેશમાં મળીને કુલ 372 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડા સુધી પહોંચવા ફિલ્મને એક મહિના કરતા વધારે સમય લાગ્યો હતો.

વધુ વાંચો: 'Baahubali The Epic'નું ન્યૂ પોસ્ટર રિલીઝ, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ, જાણો અપડેટ

‘સિંઘમ અગેઇન’માં અર્જુન કપૂરના વિલન અવતાર અને અભિનયના ખૂબ વખાણ થયા છે. ઘણા દર્શકોએ માન્યું કે વિલન તરીકે અર્જુનનું કરિયર હવે ઘણું આગળ વધી શકે છે. હવે આવનારા સમયમાં જોવું રહ્યું કે અર્જુન, બોબી દેઓલ અને સંજય દત્તની જેમ નેગેટિવ રોલમાં જ દેખાશે કે પછી મેઇન એક્ટરનો રોલ કરવો પસંદ કરશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Flop actor Ajay Devgn Arjun kapoor

Published by

Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ