બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Emraan Hashmi's statement on drugs party has sparked a lot of discussion in the industry

મનોરંજન / 'કેટલાંક બોલિવુડની છબીને ખરાબ રીતે...', ડ્રગ્સ પાર્ટી પર ઇમરાન હાશ્મીના નિવેદનથી ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા

Sanjay Vibhakar

Last Updated: 03:31 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે ઇમરાન હાશ્મીને નેપોટીઝમ વિશે પૂછવામાં આવ્યું કે તેનું શું માનવું છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે 'મારુ માનવું એવું છે કે બોલીવુડમાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે.

ઇમરાન હાશ્મી બોલીવુડમાં એક અલગ અંદાજ માટે જાણીતો છે. તે વેબ સીરીઝ 'શોટાઈમ' માં જોવા મળશે. હાલ તેણે એક ઇન્ટરવ્યૂમાં વેબ સીરીઝ સિવાય ડ્રગ્સ પાર્ટી અને નેપોટીઝમ વિશે પણ વાત કરી હતી. 

બોલીવુડને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે 
વેબ સીરીઝ 'શોટાઈમ' ના ટ્રેલરને જોતાં લાગે છે કે આ વેબ સીરીઝ ગેલેમર ઇન્ડસ્ટ્રી વિશે સત્યતા ઉજાગર કરશે. આ શોમાં ઇમરાન હાશ્મી એક પ્રોડ્યુસરની ભૂમિકામાં જોવા મળશે. હાલ ઇમરાન હાશ્મીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 'લોકોને એવું લાગે છે કે દુનિયા આખીની ખરાબ ઘટનાઓ માત્ર બોલીવુડમાં જ બની રહી છે'. હાલ સમાજમાં એક ધારણા બની ગઈ છે કે બોલીવુડમાં કઈ સારું નથી. ત્યાં માત્ર ખરાબ લોકો છે. જે સમાજને ખરાબ દિશામાં લઈ જવાનું કામ કરે છે. 

આ બદનામી સોશિયલ મીડિયાને કારણે થઈ છે 
ઇમરાન હાશ્મીએ વધુમાં જણાવ્યું કે 'સારા અને ખરાબ લોકો દરેક જગ્યાએ હોય છે, પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી માત્રને માત્ર બોલીવુડની ખરાબ છબી બતાવવાનો પ્રયત્ન કરે છે. તે એવું જણાવવા ઈચ્છે છે કે બોલીવુડમાં માત્ર ડ્રગ્સ પાર્ટી જ થાય છે. પરતું સત્ય તેનાથી અલગ છે. 

વાંચવા જેવું: 'હું પરિણીત છું', અમીષા પટેલના નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા, જાણો શું છે સચ્ચાઇ

નેપોટીઝમ 
જ્યારે ઇમરાન હાશ્મીને નેપોટીઝમ વિશે પૂછવામાં આવ્યું કે તેનું શું માનવું છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે 'મારુ માનવું એવું છે કે બોલીવુડમાં દરેક વ્યક્તિ માટે જગ્યા છે. જે પણ પ્રતિભાશાળી લોકો છે, તેને કામ મળે જ છે. તમને બોલીવુડમાં એવા કેટલાક ઉદાહરણ જોવા મળશે, જે લોકો બહારથી આવ્યા છે અને આજે તેઓએ પોતાનું નામ બનાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment emraan hashmi ઇમરાન હાશ્મી ડ્રગ્સ પાર્ટી નેપોટીઝમ  સોશિયલ મીડિયા entertainment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ