બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / elon musk twitter death threat youtube star mrbeast tweet

પ્રત્યુત્તર / 'મારા મૃત્યુ પછી...' એલન મસ્કના ટ્વિટ બાદ આ વ્યક્તિએ લખી નાખ્યું કે તો હું ટ્વિટર સંભાળી શકું ? મસ્કે આપ્યો આવો જવાબ

Published By: Hiren

Last Updated: 06:26 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસ્કને એક યુટ્યુબરે પુછ્યું કે, જો તમારુ મોત થઈ જાય છે તો શું હું Twitter સંભાળી શકુ છું ? આ પ્રશ્નના જવાબમાં મસ્કે 'OK' લખી નાખ્યું.

  • એલન મસ્કે પોતાના મૃત્યુ પછી ટ્વિટરના ઉત્તરાધિકારી અંગે કર્યું હતું ટ્વિટ
  • જો આવું થશે તો હું ટ્વિટર સંભાળી શકું ? : યૂટ્યુબ સ્ટાર જિમ્મી ડોનાલ્ડસ
  • આ પ્રશ્નના જવાબમાં મસ્કે 'OK' લખી નાખ્યું

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે 'પોતાના મૃત્યુ પછી' ટ્વિટરના ઉત્તરાધિકારીને લઈને એક ટ્વિટ કરી દીધી. જેના પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જોકે, તેમના આ ટ્વિટને મજાક સમજવામાં આવી રહ્યુ છે.

ટેસ્લાના  CEO અને Spacex ના ફાઉંડર એલન મસ્ક, પોતાના અલગ અલગ ટ્વિટને લઈને હાલના દિવસોમાં સમાચારોમાં રહે છે. આ જ ટ્વિટને જોડતા તેમણે પોતાની મોતને લઈને વધુ એક ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું કે, જો મારુ મૃત્યુ કોઈ રહસ્યમય સંજોગોમાં થશે..... આની આગળ તેમણે it's been nice knowkin ya લખ્યું હતું. આ ટ્વિટને મસ્કના અગાઉના ટ્વિટને જોડીને જોવામાં આવી રહ્યુ છે. જેમાં તેઓએ રશિયાની ધમકીની બાબતમાં જણાવ્યું હતું.

જોકે, મસ્કની મોતવાળી ટ્વિટ પર યુટ્યુબ સ્ટાર જિમ્મી ડોનાલ્ડસને(મીસ્ટર બીસ્ટ) રિપ્લાય કર્યો. અને લખ્યું કે, જો આવું થશે તો શું હું ટ્વિટર સંભાળી શકુ છું ? જેના જવાબમાં મસ્કે 'OK' લખી નાખ્યું હતું.

મજાક છોડો, તમે સુરક્ષિત રહો !

મસ્કની આ જાહેરાતને મજાકની રીતે જોવામાં આવી રહ્યુ છે. મસ્કનું 'OK' કહ્યા પછી ડોનાલ્ડસને રિપ્લાય કર્યો અને લખ્યુ-મજાક છોડો, તમે સુરક્ષિત રહો ! i wuv u. જોકે, વર્ષ 2019માં મસ્કે ટ્વિટર પર ડોનાલ્ડસનની એક ચેરીટી માટે એમનામ લગભગ 9 કરોડ રૂપિયા ડોનેટ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર પછી તેમણે કર્યા પણ ખરા. તમને જણાવી દઈએ કે 3400 અરબ રૂપિયામાં ટ્વિટરને ખરીદી લીધું હતું. જોકે, ઔપચારીક રીતે આ ડીલ થવાની હજુ બાકી છે.

જ્યારે MrBestને પોતાના યુટ્યુબ વીડીયો માટે ઓળખવામાં આવે છે. તે પોતાના વીડીયોમાં ઘણાં મોંધા અને ખતરનાક સ્ટંટ કરે છે. તેમની ચેનલને 95 મિલિયનથી વધારે લોકોએ સબસ્ક્રાઈબ કરેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk elon musk tweet jimmy donaldson એલન મસ્ક જિમ્મી ડોનાલ્ડસન ટ્વિટર elon musk

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ