બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / ED takes possession of former IAS Sanjay Gupta's property

મની લોંડરીંગ / EDએ પૂર્વ IASસંજય ગુપ્તાની સંપતિ ટાંચમાં લીધી જાણો શું છે મામલો...

Dharmishtha

Last Updated: 12:57 PM, 27 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એન્ટી મની લોન્ડરિંગ હેઠળ ગુજરાત કેડરના પૂર્વ IAS(1985 બેચ) સંજય ગુપ્તા અને તેના પત્ની નીલુ ગુપ્તા અને નિસા ગ્રુપની રૂ.36 કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે . જાણો આ IAS કેવી રીતે કહ્યું છે મની લોન્ડરિંગ....

  • સંજય ગુપ્તાએ પોતાના મળતિયાઓ સાથે મળી ડમી કંપની ઉભી કરી
  • MAGAનાં કોન્ટ્રાક્ટ માટે અખબારમાં જાહેરાત આપ્યા વગર કોન્ટ્રાક્ટ આપ્યા
  • સંજયે કંપનીઓ પાસેથી માલ ખરીદ્યા વગર પૈસા ચુકવ્યાં

વિવિધ લોન એકાઉન્ટ્સમાંથી પણ રિપેમેન્ટ કર્યું

EDએ મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA)ની કંપનીના ફંડમાં કથિત ગેરરીતિ આચરવા મામલે આ કાર્યવાહી કરી છે. EDની તપાસમાં કુલ 36.12 કરોડ રૂપિયા સંજય ગુપ્તા, તેની પત્ની નીલુ ગુપ્તાએ મળીને તેમની કંપનીઓનાં અકાઉન્ટમાં રિપેમેન્ટ કર્યું છે. જેમાં તેની કંપની નિસા ગ્રુપ ઓફ કંપનીઝની નિસા લેઝર લિમિટેડ, નિસા ટેકનોલોજિસ, નિસા એગ્રિટેક એન્ડ ફૂડ્ઝ લિ.નાં એકાઉન્ટમાં ડાયવર્ટ કરી પોતાનાં બિઝનેસમાં ઉપયોગ કર્યો. તેમજ વિવિધ લોન એકાઉન્ટ્સમાંથી પણ રિપેમેન્ટ કર્યું.

સંજયે કંપનીઓ પાસેથી માલ ખરીદ્યા વગર પૈસા ચુકવ્યાં

EDની તપાસમાં એ પણ સામે આવ્યું છે તે સંજય ગુપ્તા જ્યારે MAGAનાં ચેરમેન હતા ત્યારે તેમણે તેમની સાથે નિસા ગ્રુપમાં કામ કરનારા તેમનાં નજીકનાં અધિકારીઓની ડિકેક્ટર તરીકે નિમણુક કરી ગેરરીતી આચરી હતી. તેમજ તેમની સાથે મળી નકલી કંપનીઓ ઉભી કરી કંપનીનાં અકાઉન્ટ ખોલી તેમાં પૈસાનાં વહિવટ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે કંપનીઓએ કોઈ પણ માલ સપ્લાય  કર્યો ન હોવા છતાં આ કંપનીઓને પૈસા ચૂકવાયા છે.

EDએ સંજયની સંપતિ ટાંચમાં લીધી

EDએ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરીંગ એક્ટ હેઠળ સંજય ગુપ્તા, તેની પત્ની નીલુ ગુપ્તા, નિસા ગ્રુપ, નિસા ટેકનોલોજિસ, નિસા એગ્રિટેક એન્ડ ફૂડ્ઝ લિમિટેડનાં નામે રહેલી સંપત્તિને ટાંચમાં લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.  EDએ અમદાવાદનાં, વિસલપુર, ચાંગોદર અને દસક્રોઈમાં આવેલી ફેક્ટરીઝ અને પ્લોટ્સને ટાંચમાં લીધી છે. 

MAGAનાં કોન્ટ્રાક્ટ માટે અખબારમાં જાહેરાત આપ્યા વગર કોન્ટ્રાક્ટ આપ્યા

MAGAનાં બોગસ બિલો, કોન્ટ્રાક્ટ માટે મીડિયા કે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપ્યા વગરની વર્ક પ્રોસિઝર ન કરી ડમી કંપનીઓને ફાયદો કરાવવામાં CIDએ 2015માં સંજય ગુપ્તાની ધરપકડ કરી હતી. જેમાં EDએ સંજય ગુપ્તાની સંપતિ ટાંચમાં લીધી છે. નોંધનીય છે કે, સંજય એપ્રિલ 2011થી 2013 સુધી MAGAનાં ચેરમેન કહ્યા છે. જેણે નોકરી છોડી પોતાની નિસા ગ્રુપ ઓફ કંપનીઝ નામની હોસ્પિટાલિટી બિઝનેશ શરુ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ