બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 AM, 22 April 2025
હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓમાં મની લોન્ડરિંગની તપાસમાં ED એ અભિનેતા મહેશ બાબુને 28 એપ્રિલે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આ પહેલા, 16 એપ્રિલે, ED એ તેલંગાણામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. EDના જણાવ્યા અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હૈદરાબાદના સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. મની લોન્ડરિંગ કેસમાં સુરાણા ગ્રુપ અને સાંઈ સૂર્યા ડેવલપર્સ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'એ તોડી દીધા બધા રેકોર્ડ, બોક્સ ઓફિસ પર આવો કમાલ કરનાર બની ત્રીજી ફિલ્મ
પીએમએલએ હેઠળની તપાસ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ ન કરવાના આરોપો સાથે જોડાયેલી છે. સાઈ સૂર્યા ડેવલપર્સના માલિક કંચરલા સતીશ ચંદ્ર ગુપ્તા 'ગ્રીન મીડોઝ' નામના પ્રોજેક્ટમાં કથિત ભૂલો માટે પોલીસ તપાસનો સામનો કરી રહ્યા છે. અભિનેતા મહેશ બાબુ આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર હતા. જોકે, હજુ સુધી તેમની સામે કોઈ આરોપ નથી.
ADVERTISEMENT
EDના સૂત્રોએ સંકેત આપ્યો છે કે અભિનેતાને ચૂકવવામાં આવેલી રકમ ગુનાની આવક હોવાની શંકા છે. કથિત મની લોન્ડરિંગની તપાસ ચાલુ રહે ત્યાં સુધી અભિનેતા અધિકારીઓને સહકાર આપે તેવી અપેક્ષા રાખવામાં આવી છે.. આ સમન્સ છેતરપિંડીભર્યા રિયલ એસ્ટેટ સોદાઓની વ્યાપક તપાસના ભાગ રૂપે આવ્યું છે. મહેશ બાબુની સંડોવણી હવે તપાસ હેઠળ છે. અભિનેતાએ સાંઈ સૂર્ય પ્રોજેક્ટ્સનું પ્રમોશન કર્યુ હતું.. તેમની લોકપ્રિયતાને કારણે ઘણા લોકોએ કથિત છેતરપિંડી વિશે જાણ્યા વિના તેમાં આંખ બંધ કરીને રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. જોકે તે સીધી રીતે સંડોવાયેલા રહેશે નહીં, પરંતુ ED ડેવલપર્સ દ્વારા તેમને આપવામાં આવેલા પૈસાની તપાસ કરી રહી છે, કારણકે તેમને ચૂકવવામાં આવેલા પૈસા ગુનાની આવકમાંથી ચૂકવાયા હોવાની આશંકા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.