ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / ed raids on the places of underworld people in money laundering

ચાબખા / દાઉદની બહેન હસીનાનાં ઘરે EDના દરોડા, સંજય રાઉતે મોદી સરકારને લીધી આડે હાથ, બેન્ક કૌભાંડ વિશે શું કહ્યું જુઓ

Published By: Khyati

Last Updated: 02:03 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવનારના ઘરોમાં EDએ પાડ્યા દરોડા,મહારાષ્ટ્રનો એક નેતા પણ EDના રડાર પર, દાઉદ ઇબ્રાહિમની બહેનના ધરે પહોંચી ટીમ

ADVERTISEMENT

  • મની લોન્ડ્રીંગ મામલે મોટી કાર્યવાહી
  • અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોના ઘરોમાં દરોડા
  • EDની ટીમ હસીના પારકરના ઘરે પહોંચી 


મની લૉન્ડ્રીંગ મામલે EDએ સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.  મુંબઇમાં અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છેસમાચાર એજન્સી ANIસૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે. અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રનો એક નેતા પણ EDના રડાર પર છે.

EDની ટીમ હસીના પારકરના ઘરે પહોંચી

સૂત્રોની મળતી માહિતી મુજબ મુંબઇમાં મની લૉન્ડ્રીંગ મામલે કેટલાક અંડરવર્લ્ડ કનેક્શન ધરાવતા અને રાજનેતાઓ પર પણ શંકાના દાયરામાં છે. ઇડીના અધિકારીઓએ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે પહોંચી છે.  ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની બહેન અને તેના સહયોગીનું મની લોન્ડરિંગ કેસ સામે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ED આવા ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડી રહી છે જેઓનું કનેક્શન ડી કંપની સાથે જોડાયેલું હોય. આવા નેતાઓની સંપત્તિ અને ગેરકાયદેસર રીતે નિકાલ સંબંધિત કેસની તપાસ કરવામાં આવી રહી છે.

શું કહ્યું સંજય રાઉતે ?

આ મામલે શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે જો ED પાસે કોઇ જાણકારી હોય તો તે દેશની સુરક્ષા માટે આમ કરી શકે છે. પરંતુ ગુજરાતમાં દેશનો સૌથી મોટો બેંક ઘોટાળો થયો  જેને દબાવવાની કોશિશ થઇ ? 2 વર્ષમાં આ મામલે એફઆઇઆર પણ ન થઇ, મુખ્ય આરોપી ભાગી કેવી રીતે ગયા તે ચિંતાનો વિષય છે.

દસ સ્થળો પર દરોડા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીના જણાવ્યા અનુસાર, કુલ દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે રાજનેતાની કેટલીક જગ્યાઓ પણ આવરી લેવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે EDની કાર્યવાહી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલી એફઆઈઆર અને ભૂતપૂર્વ એજન્સી દ્વારા મળેલા કેટલાક ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ પર આધારિત છે.

રાજકારણીઓના નામ પણ ચર્ચામાં

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ કેસમાં મોટા રાજકારણીનો મામલો બહાર આવ્યા બાદ રાજકીય ગલિયારામાં ખળભળાટ વધુ તેજ બન્યો છે. જો કે અધિકારીઓએ નેતાના નામનો ખુલાસો કર્યો નથી. EDના અધિકારીઓ કહી રહ્યા છે કે માત્ર તપાસ શરૂ કરવામાં આવી છે. પરિણામો ટૂંક સમયમાં બહાર આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

ED Mumbai એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દરોડા દાઉદ દાઉદ ઇબ્રાહીમ મની લોન્ડરિંગ હસીના પારકર Enforcement Directorate

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ