બ્રેકિંગ ન્યુઝ
VTV / ED BRS leader K. Kavita arrested brought from Hyderabad to Delhi
Ajit Jadeja
Last Updated: 07:04 PM, 15 March 2024
national news:દિલ્હી લિકર પોલિસી કેસમાં ED દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતાની અટકાયત કરી છે. ઇડી હવે કે કવિતાને પૂછપરછ માટે દિલ્હી લાવી રહી છે. EDએ આજે હૈદરાબાદમાં કે કવિતાના ઘર પર દરોડા પાડ્યા હતા, ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી છે. કવિતાએ EDના કેટલાક સમન્સની અવગણના કરી હતી. ત્યારબાદ EDએ તેના ઘરે દરોડા પાડ્યા હતા.
ADVERTISEMENT
દિલ્હી શરાબ કૌભાંડને લઈને સીબીઆઈ અને ઈડીની તપાસ અત્યાર સુધી ઘણા મોટા રાજનેતાઓ સુધી પહોંચી છે. આ મામલામાં ED તેલંગાણાના પૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવની પુત્રી કે.ની પણ તપાસ કરી રહી છે. તેમનું નામ લિકર કેસમાં જોડાયેલુ છે. જેને પગલગે કવિતાને કસ્ટડીમાં લેવામાં આવી છે. તેને હૈદરાબાદથી અટકાયત કરી દિલ્હી પુછપરછ માટે લાવવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે તપાસ એજન્સી ટૂંક સમયમાં કે કવિતાની ધરપકડ કરી શકે છે.
ADVERTISEMENT
કે કવિતા તેલંગાણામાં વિધાન પરિષદના સભ્ય છે અને પક્ષના વડા અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી છે. તેમની આ મામલે ED પહેલા પણ પૂછપરછ કરી ચુકી છે. જો કે આ વર્ષે ઓછામાં ઓછા બે વખત સમન્સ મોકલવામાં આવ્યા હોવા છતાં તેણી પૂછપરછ માટે હાજર થઈ ન હતી.
દિલ્હીની દારૂની નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસના આરોપી અમિત અરોરાએ પૂછપરછ દરમિયાન કવિતાનું નામ લીધું હતું. EDનો આરોપ છે કે 'સાઉથ ગ્રુપ' નામની લિકર લોબીએ અન્ય આરોપી વિજય નાયર દ્વારા AAP નેતાઓને 100 કરોડ રૂપિયા લાંચ આપી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.