બ્રેકિંગ ન્યુઝ
તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી T20માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાની મહિલા ટીમને 8 વિકેટથી હરાવ્યું છે. ટોસ જીતીને હરમન પ્રીત કૌરે બોલીંગ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ભારતીય બોલરોએ કમાલ કરી દીધો હતો, રેણુકા સિંહે 4 અને દીપ્તીએ 3 વિકેટ લીધી હતી. જેની સાથે દીપ્તી શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટ લેવા વાળી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. કોઈ પણ ભારતીય પુરુષ ખેલાડી આ આંકડાને પાર કરી શક્યો નથી.
ADVERTISEMENT

દીપ્તી શર્માએ રચ્યો ઈતિહાસ
ADVERTISEMENT
શ્રીલંકાની ઈંનિગ્સની પહેલી વિકેટ દીપ્તી શર્માએ લીધી હતી. તેને વિરોધી ટીમની કેપ્ટન અટ્ટાપટ્ટાની વિકેટ લીધી હતી, અટ્ટાપટ્ટા 12 બોલ રમીને ખાલી 2 રન જ બનાવી શકી હતી. આ બાદ દીપ્તી શર્માએ કવિશા દિલહરી (20) ના રૂપમાં તેની 150મી T20 વિકેટ લીધી હતી. આ પહેલી ભારતીય ક્રિકેટર છે, જેને T20 ઈન્ટરનેશનલમાં 150 વિકેટ લીધી.
મેન્સ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવામાં અર્શદીપ સિંહ છે જેને 110 T20 વિકેટ લીધી છે. દીપ્તી શર્માએ ત્રીજી T20માં ત્રીજી વિકેટ માલશા શેહાનીની લીધી હતી. તેને શેહાનીને બોલ્ડ કરી હતી. દીપ્તીએ 4 ઓવરના સ્પેલમાં 4.50 ની ઈકોનોમીથી માત્ર 18 રન જ આપ્યા હતા.
ADVERTISEMENT
વધુુ વાંચો: મહાનગરપાલિકાના પાપે નિવૃત્ત DySPના પુત્રનું મોત, ખુલ્લો ડ્રેનેજ મેન હોલ યુવક માટે કાળ બન્યો
ભારતે સીરીઝમાં લીડ મેળવી
ADVERTISEMENT
ત્રીજી T20માં શ્રીલંકા મહિલા ક્રિકેટ ટીમે પહેલા બેટીંગ કરતા ખાલી 112 રન જ કર્યા હતા. જવાબમાં ભારતીય ટીમની સ્ટાર ઓપનર બેટ્સમેન શેફાલી વર્માએ 79 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી, 42 બોલની આ ઈનિંગ્સમાં 3 સિક્સ અને 11 ચોગ્ગા શામેલ છે. જ્યારે સ્મૃતિ મંધાના 6 બોલમાં 1 રન કરીને આઉટ થઈ ગઈ.
Deepti Sharma becomes only the 2nd bowler to pick 150+ T20I wickets after Megan Schutt! 🚨
— Star Sports (@StarSportsIndia) December 26, 2025
What a player, what an achievement 🙌#INDvSL 3rd T20I, LIVE NOW 👉 https://t.co/Y8Q1bsegpT pic.twitter.com/1Gp8zQdYru
ADVERTISEMENT
જેમિમાહ રોડ્રિગ્ઝે 15 બોલમાં 9 રન બનાવ્યા, જ્યારે હરમનપ્રીત કૌર 18 બોલમાં 21 રન બનાવી અણનમ રહી. ભારતીય મહિલા ટીમે મેચ 8 વિકેટથી જીતી અને પાંચ મેચની સીરીઝમાં 3-0થી અજેય લીડ મેળવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.