બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / drdo chief on coronavirus indian scientists made ventilators 4 to 8 people can use

Coronavirus / DRDO ચીફે કહ્યું, અમારા વૈજ્ઞાનિકોએ બનાવ્યું એવું વેન્ટિલેટર, 4થી 8 લોકો કરી શકશે ઉપયોગ

Mehul

Last Updated: 04:40 PM, 28 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસનો સામનો કરવા માટે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) પણ તૈયારી તેજ કરી દીધી છે. ડીઆરડીઓના ચેરમેન જી. સતીશ રેડ્ડીએ ટેલીફોન પર આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમે 10-15 દિવસમાં 20,000 સેનેટાઇઝરની બોટલ બનાવી છે તથા 35,000 જેટલા માસ્ક બનાવ્યા છે.

  • ડીઆરડીઓએ 10-15 દિવસમાં 20,000 સેનેટાઇઝરની બોટલ, 35,000 જેટલા માસ્ક બનાવ્યા
  • બે મહીનામાં 30,000 વેન્ટિલેટર બનાવીશું, દરેકની કિંમત 4 લાખ જેટલી આવશે : DRDO

આજથી ઉત્પાદન શરૂ થઇ ગયું છે અને 10થી 20 લાખનું લક્ષ્ય રાખ્યું છે. તેઓએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ કાચા માલની ઉપલબ્ધતા છે. કાચો માલ ઉપલબ્ધ હોવો જરૂરી છે. તેઓેએ જણાવ્યું કે એક સપ્તાહમાં વેન્ટિલેટરની પુરા પાડવાનું શરૂ થઇ જશે. 

સતીશ રેડ્ડીએ કહ્યું કે વેન્ટિલેટરના કેટલાક પાર્ટ્સને લઇને મુશ્કેલીઓ આવી રહી છે. બીઇએલ અને અન્ય તેનું વધારે ઉત્પાદન કરવા લાગશે. આવતા મહીનાની અંદર 10,000 વેન્ટિલેટર બનાવી લઇશું. મહિન્દ્રા અને અન્ય કંપનીઓને ટેક્નોલોજી આપીશું. તેઓએ જણાવ્યું કે ગત 4 દિવસોમાં અમારા વૈજ્ઞાનિકોએ એક વેન્ટિલેટર વિકસિત કર્યું છે, જેને 4થી 8 લોકો ઉપયોગ કરી શકે છે. બે મહીનામાં 30,000 વેન્ટિલેટર બનાવી લઇશું અને તેને ઉપલબ્ધ બનાવીશું.

ડીઆરડીઓ પ્રમુખે કહ્યું કે આઇઆઇટી (IIT) હૈદરાબાદે પણ તેના પર રિસર્ચ કર્યું છે, જો તે અલગથી સફળ રહ્યું તો 30,000 વેન્ટિલેટર બનાવી શકીશું. આ અનેસ્થેટિયા વેન્ટિલેટર છે. દરેકની કિંમત લગભગ 4 લાખ રૂપિયા આવશે. 

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 873 મામલા સામે આવ્યા છે. ગત 24 કલાકમાં આ વાયરસના 149 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 19 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ